અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં યહૂદીઓના એક પૂજા ઘરની પાસે થયેલા ફાયરિંગમાં એક મહિલાનું મોત થઈ ગયું અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ફાયરિંગ કરનારા વ્યક્તિની ઉંમર 19 વર્ષ હોવાનું કહેવાઈ રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અન્ય અધિકારીઓને આ ફાયરિંગની નિંદા કરી છે.
સેન ડિયોગોના એક પોલીસ અધિકારી વિલિયમ ગોરે કહ્યું કે હુમલાખોરની ઓળખ જોન અર્નેસ્ટ તરીકે થઈ છે. તેણે હુમલો કરવા માટે એઆર ટાઇપ અસોલ્ટ વેપનનો ઉપયોય કર્યો હતો.
વિલિયમે કહ્યું કે આ વાતના સંકેત મળી રહ્યા છે કે સંભવત: કેટલાક રાઉન્ડ ફાયર કર્યા બાદ બંદૂકમાં કંઈક ખરાબી આવી ગઈ હતી. તેઓએ જણાવ્યું કે જ્યારે જોનના ફાયરિંગ કર્યા બાદ તરત તેને પકડવા માટે સુરક્ષા દળ એક્ટિ થઈ ગયા, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો છે.
સેન ડિયોગો પોલીસ ચીફ ડેવિડ નિસલેટે કહ્યું કે ભાગવાના થોડાક જ સમય બાદ જોને 911 પર ફોન કરી ફાયરિંગનું જાણ કરી. જ્યારે એક અધિકારી આ તેની પાસે પહોંચ્યો તો તેણે કારમાંથી બહાર આવી પોતાના હાથ ઉપર કરી લીધા. ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ લેવાામાં આવ્યો.
સંદિગ્ધ જોનનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી પરંતુ તપાસકર્તા આ દાવાની તપાસ કરી રહ્યા છે કે તેણે ફાયરિંગ કરવાને લઈ કોઈ ઓનલાઇન એલાન તો નથી કર્યું ને.
પોલીસ અધિકારી વિલિયમે કહ્યું કે તપાસ અધિકારી, જોનના સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહ્યા છે. આ ફાયરિંગની તપાસ નફરતની હિંસા (હેટ ક્રાઇમ)ના દૃષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર