Home /News /world /

ઉત્તર કોરિયામાં માનવીય સંકટ, મિસ્ટ્રી તાવથી બીજા 15 લોકોના મોત, 8 લાખથી વધારે બીમાર

ઉત્તર કોરિયામાં માનવીય સંકટ, મિસ્ટ્રી તાવથી બીજા 15 લોકોના મોત, 8 લાખથી વધારે બીમાર

ઉત્તર કોરિયાએ ગુરુવારે વાયરસથી લડવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું છે

North Korea - ફ્લૂ એ ઉત્તર કોરિયામાં માનવીય સંકટ ઉભું કરી દીધું છે કારણ કે દેશમાં મોટાભાગના લોકોએ કોરોના વેક્સીન લીધી નથી અને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલી દશકોથી ખરાબ છે

    સિયોલ : કોરોના મહામારીના (COVID-19 outbreak)પ્રસારને રોકવા માટે સંઘર્ષ કરી રહેલા ઉત્તર કોરિયામાં (north korea)રહસ્યમયી તાવથી (fever)બીજા 15 લોકોના મોત થયા છે. લાખો લોકો તેનાથી બીમાર છે. આ સાથે દેશમાં તાવથી મરનારની સંખ્યા 42 થઇ ગઇ છે. રાજ્યના મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. બે વર્ષથી વધારે સમયથી કોરોના વાયરસથી (COVID-19)બચ્યા રહેવાનો દાવો કરનાર ઉત્તર કોરિયાએ ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોવિડ સંક્રમિત લોકો મળી આવ્યા છે. ત્યારથી લઇને આખા દેશમાં એક રહસ્યમયી તાવ ફેલાઇ ગયો છે. જોકે અત્યાર સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે તેમાં કોવિડ-19ના કેટલા કેસ છે.

    કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં મોટી સંખ્યામાં સંદિગ્ધ કોવિડ-19ના ટેસ્ટ કરવા માટે આવશ્યક ડાયગ્નોસ્ટિક કિટની અછત છે. રવિવારે નોંધાયેલા 15 મોત સાથે દેશમાં તાવથી મૃતકોની સંખ્યા 42 થઇ ગઇ છે. આધિકારિક કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે દેશમાં ફ્લૂના લક્ષણો વાળા 2,96,180 નવા દર્દીઓ સામે આવ્યા છે. જેનાથી રોગીઓની સંખ્યા વધીને 820,620 થઇ ગઇ છે.

    આ પણ વાંચો - ન્યૂયોર્કના બફેલોના સુપરમાર્કેટમાં ગોળીબારી, 10 લોકોના મોત

    ફ્લૂ એ ઉત્તર કોરિયામાં માનવીય સંકટ ઉભું કરી દીધું છે કારણ કે દેશમાં મોટાભાગના લોકોએ કોરોના વેક્સીન લીધી નથી અને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલી દશકોથી ખરાબ છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ઉત્તર કોરિયાને વેક્સીન, દવા અને અન્ય ચિકિત્સાના શિપમેન્ટ જલ્દી પ્રાપ્ત નહીં થાય તો ઉત્તર કોરિયામાં મોટી સંખ્યામાં લોકોના જીવ જઇ શકે છે.

    ઉત્તર કોરિયાએ ગુરુવારે વાયરસથી લડવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાવી દીધું છે. જેના કારણે નાજુક અર્થવ્યવસ્થા પર વધારે દબાણ પડી શકે છે. કારણ કે હાલના વર્ષોમાં મહામારીના કારણે બહારના વેપારમાં ઘટાડો થયો છે. આ સિવાય દેશ પોતાના પરમાણું કાર્યક્રમને લઇને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક પ્રતિબંધો પણ ભોગવી રહ્યું છે.

    આ પણ વાંચો - કટરાની જે બસમાં આગ લાગવાથી યાત્રીઓના મોત થયા હતા, તે આતંકી હુમલો હતો, સૂત્રોનો દાવો

    ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શનિવારે સત્તારુઢ પાર્ટીની પોલિત બ્યૂરો બેઠક દરમિયાન ફ્લૂ ના પ્રકોપને ઐતિહાસિક રુપથી સૌથી મોટી ઉથલ-પુથલના રૂપમાં વર્ણિત કરી છે. લોકોને મહામારી સામે લડવામાં પ્રશાસનનો સહયોગ કરવાની અપીલ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Covid 19 pandemic, North korea

    આગામી સમાચાર