નીતા અંબાણી ‘ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટ’ માં રમતોનું ભવિષ્ય અને ઉદ્યોગ જગતની તૈયારી પર વિચાર રજુ કરશે

News18 Gujarati
Updated: October 9, 2019, 7:53 AM IST
નીતા અંબાણી ‘ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટ’ માં રમતોનું ભવિષ્ય અને ઉદ્યોગ જગતની તૈયારી પર વિચાર રજુ કરશે
નીતા અંબાણી ‘ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં’રમતોનું ભવિષ્ય અને ઉદ્યોગ જગતની તૈયારી પર વિચાર રજુ કરશે

નીતા અંબાણી લંડનમાં આયોજીત ‘ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં ઇસ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઇન્ડિયા અપોર્ચ્યુનિટી ’પર પોતાના વિચાર રજુ કરશે

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક, ચેરપર્સન અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના પ્રથમ ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણી લંડનમાં આયોજીત ‘ધ સ્પોર્ટ્સ બિઝનેસ સમિટમાં ઇસ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઇન્ડિયા અપોર્ચ્યુનિટી ’પર પોતાના વિચાર રજુ કરશે. લંડનમાં 7 થી 10 ઑક્ટોબર સુધી યોજાનાર આ સંમેલનમાં નીતા અંબાણી સિવાય ઉદ્યોગ જગતથી જોડાયેલ દુનિયા ભરના 3000 લોકો સ્પોર્ટ્સના ભવિષ્ય પર ઇનોવેશન અને ગ્રાહકોની પ્રાથમિકતાઓની અસર પર ચર્ચા કરશે.

રમતોના ભવિષ્યને લઈને ઉદ્યોગ જગતની તૈયારીઓ પર થશે ચર્ચા
રમતોની દુનિયામાં દરેક દિવસે નવા અને શાનદાર પરિવર્તન થઈ રહ્યા છે. લોકોનો અલગ-અલગ રમતોમાં વધી રહેલો ક્રેઝ, સ્પોર્ટ્સમાં વધી રહેલી ટેકનિકના કારણે ગ્રાહકોને પોતાના તરફ ખેંચવાના મામલે પ્રતિસ્પર્ધા વધી છે. આવા સમયે શું ઉદ્યોગ જગત પણ રમતોના ભવિષ્યને લઈને પુરી રીતે તૈયાર છે. આ મુદ્દા ઉપર ચર્ચા માટે દુનિયા ભરના ઉદ્યોગ જગતથી જોડાયેલ લોકો લંડનમાં આયોજીત સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

નીતા અંબાણી સાથે સુખિંદર સિંહ કસીડે પણ આજે વિચાર રજુ કરશે

કાર્યક્રમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સહ માલિક અને ભારતીય ફુટબોલ લીગ ઇન્ડિયન સુપર લીગના ચેરપર્સન નીતા અંબાણી સિવાય જુવેન્ટ્સના ચેરમેન આંદ્રે અજનેલી, એએમબી ગ્રૂપ એન્ડ એટલાન્ટા ફાલ્કંસના સીઈઓ સ્ટીફન કેનન અને સ્ટબહબના અધ્યક્ષ સુખિંદર સિંહ કસીડે પણ પોતાના વિચાર રાખશે.

તમને જણાવી દઈએ કે નીતા અંબાણી એક શિક્ષાવિદ્, સમાજસેવી અને વેપારી મહિલા છે. તે રમતોના મોટા સમર્થક છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અલગ-અલગ કાર્યક્રમો દ્વારા નીતા અંબાણી અત્યાર સુધી ત્રણ કરોડથી વધારે લોકોનું જીવન શાનદાર બનાવી ચૂક્યા છે.ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયા છે નીતા અંબાણી

નીતા અંબાણીને 2017માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ‘બેસ્ટ કોર્પોરેટ પ્રમોટર ઓફ ઇન્ડિયન સ્પોર્ટ્સ’એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પહેલા 2017માં ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમને આ એવોર્ડ રિલાયન્સ ફાઉન્ડેશનના રમતના વિકાસ માટે કરેલા બેસ્ટ કાર્યો માટે આપવામાં આવ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના બે પ્રતિષ્ઠિત આયોગોમાં પસંદ થયા છે.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर