બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફરી ફગાવી

News18 Gujarati
Updated: May 8, 2019, 10:07 PM IST
બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફરી ફગાવી
બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફરી ફગાવી

હવે આગામી સુનાવણી 30 મે ના રોજ થશે

  • Share this:
બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીનને રિજેક્ટ કરી દીધી છે. હવે આગામી સુનાવણી 30 મે ના રોજ થશે. 19 માર્ચે નીરવની સ્કોટલેન્ડ યાર્ડે ધરપકડ કરી હતી. તેની ઉપર ભારતીય બેન્ક પીએનબી સાથે 13 હજાર કરોડના કૌભાંડનો આરોપ છે.

નીરવ મોદીની જામીન અરજી પ્રથમ વખત ફગાવી નથી. આ પહેલા 29 માર્ચે કોર્ટમાં હાજર થયો હતો અને ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે તેની અરજી ફગાવી દીધી હતી. મેજિસ્ટ્રેટનું કહેવું હતું કે એ વાતની પુરી શંકા છે કે જામીન મળવાથી નીરવ મોદી સમર્પણ કરશે નહીં. ત્રીજી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો - પીએમ મોદીએ આમ આદમી પાર્ટીના મોડલને બતાવ્યું ‘નાકામપંથી’

આ માટે ન મળ્યા જામીન

સૂત્રોના મતે વેસ્ટમિંસ્ટર કોર્ટે લાંબી સુનાવણી દરમિયાન જાણ્યું હતું કે નીરવ મોદીને પોલીસ કસ્ટડીમાં જ રાખવો જોઈએ કારણ કે તે મોટી રકમના કૌભાંડમાં સામેલ છે. તેને છોડવો એટલે ભાગવાનો રસ્તો આપવો. નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતથી ફરાર થયો હતો.
First published: May 8, 2019
વધુ વાંચો
अगली ख़बर