UNમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું મંજુર

News18 Gujarati
Updated: October 9, 2018, 8:47 PM IST
UNમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું મંજુર
UNમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ આપ્યું રાજીનામું,

ભારતીય મૂળની નિક્કી હેલીના રાજીનામાના સમાચાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક ટ્વિટ પછી આવ્યા હતા

  • Share this:
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલી મંગળવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હેલીનું રાજીનામું મંજુર પણ કરી લીધું છે. ભારતીય મૂળની નિક્કી હેલીના રાજીનામાના સમાચાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક ટ્વિટ પછી આવ્યા હતા.

ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે તે કાલે સવારે 10.30 કલાકે નિક્કી હેલી સાથે મોટી જાહેરાત કરશે. હેલીએ રાજીનામા પર કોઈ પ્રતિક્રીયા આપી નથી.

નિક્કી હેલી અમેરિકી શીખ પરિવારમાંથી છે. જે ભારતના અંબાલાથી અમેરિકા પહોંચ્યા હતા. સાઉથ કેરોલિનાની પૂર્વ ગર્વનર જાન્યુઆરી 2017થી આ પદ પર હતી. તેનો રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુખ્ય સલાહકારોમાં સમાવેશ થતો હતો.



પોતાના રાજીનામાના સમાચાર વચ્ચે હેલીએ કહ્યું છે કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તે ઉમેદવાર નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે પ્રચાર કરીશ. ટ્રમ્પે કહ્યું હતું કે હેલીએ તેની છ મહિના પહેલા જ કહ્યું હતું કે તે થોડા સમય માટે આરામ કરવા માંગે છે.

આ દરમિયાન હેલીએ પોતાની ટ્વિટર પ્રોફાઇલ પરથી સંયુક્ત રાષ્ટ્રના રુપમાં પોતાની ભૂમિકાના બધા સંદર્ભો પહેલા જ હટાવી લીધા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે એપ્રિલમાં નિક્કીએ વ્હાઇટ હાઉસ દ્વારા રશિયા સામે પ્રતિબંધોના નવા રાઉન્ડની જાહેરાતનો વિરોધ કર્યો હતો.
First published: October 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading