ઇન્ટરપોલએ જાકીર નાઈક સામે ન જાહેર કરી રેડ કોર્નર નોટિસ, શું છે કારણ?

ઇન્ટરપોલએ જાકીર નાઈક સામે ન જાહેર કરી રેડ કોર્નર નોટિસ

ઇન્ટરપોલએ જાકીર નાઈક સામે ન જાહેર કરી રેડ કોર્નર નોટિસ

  • Share this:
આતંકવાદ ફેલાવવાના આરોપ બાદ દેશમાંથી ભાગેલા ઇસ્લામીક પ્રચારક જાકીર નાઈકના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કારણે કે વિવાદાસ્પદ ઈસ્લામિક પ્રચારક જાકીર નાઈકની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની ઈન્ટપોલે ના પાડી છે. ઈન્ટરપોલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે જાકીર નાઈક સામે કોઈ જ ચાર્જશીટ નોંધાયેલ નથી. જેથી રેડ કોર્નર નોટિસ જારી કરી શકાય નહીં.

તો NIA ફરીથી અરજી દાખલ કરશે. આ મામલામાં મુંબઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તો ઇન્ટરપોલની અરજી રદ્દ થવા પર જાકિર નાઈકએ ખુશી વ્યક્ત કરી છે. નાઈકે કહ્યું 'હું ઇન્ટરપોલના નિર્ણયથી ખુશ છું આશા રાખુ છું કે ભારતીય તપાસ એજન્સી પણ મારા પર લાગેલા ખોટા આરોપો હટાવી દે...'

જાકિરના પ્રવક્તાએ દાવો કર્યો છે કે ઇન્ટરપોલે માની લીધુ છે કે આ મામલામાં રાજનીતિ અને ધાર્મિક પક્ષપાત કરવામાં આવ્યો છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર 'ઇન્ટરપોલએ નાઈક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રદ્દ કરી દીધી છે. અને દુનિયાભરમાં આવેલી તમામ ઓફિસમાંથી તેમનો ડેટા હટાવવા કહ્યું છે ' ઈન્ટરપોલએ રાજનીતિ અને ધાર્મિક પક્ષપાતનું પણ એક કારણ જણાવ્યું છે.

મહત્વનું છે કે, જાકીર નાઈક પર NIAએ આતંકવાદ ભડકાવવા અને  મની લોન્ડ્રીંગ જેવા આરોપ મુક્યા છે. જાકીર નાઈકની ધરપકડ કરી ભારત લાવવા માટે NIAએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો.

કોણ છે જાકીર નાઈક

જાકીર નાઈક મુંબઈનો રહેવાસી છે , તે એખ મુસ્લિમ ધર્મગુરુ, લેખક અને વકતા છે. આ સાથે જ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો તે સ્થાપક અને વડો છે. ફેસબુક પર તેના 15 લાખ આસપાસ ફોલોઅર્સ છે. જાકીર પર યુકે, કેનેડા, મલેશિયા સહિત પાંચ દેશમાં જવા પર પ્રતિબંધ છે
First published: