Shocking: પાકિસ્તાની હોસ્પિટલની કરતૂત! બાળકની જગ્યાએ માને પકડાવી દીધી પ્લાસ્ટિંકની ઢીંગલી

પાલીસ સ્ટેશનની તસવીર

Pakistani news:હોસ્પિટલમાંથી (hospital) જ એક બાળકનું અપહરણ (child kidnapping) કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાએ બાળકની જગ્યાએ ઢીંગલીને (plastic doll) ત્યાં મૂકી દીધી.

  • Share this:
    રાવલપિંડીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) અનેક કારણોથી ચર્ચામાં રહે છે. ગરીબી અને મોંઘવારીના પગલે દેશમાં ભુખમરીની હાલતા પેદા થઈ છે. જ્યારે આ દેશમાં બાળકોના આપહરણના (Kidnapping) અનેક મામલાઓ જોવા મળી રહ્યા છે. જોકે, આ દેશમાં વર્ષોથી વર્ષોથી ચાલી આવતી કુપ્રથા સામે આવી હતી.

    જેમાં માનતાના નામ ઉપર માતા-પિતા જ બાળકોને ત્યજી દે છે. આવા બાળકોને અહીં ભીખ મંગાવડાવામાં આવે છે. ત્યારે હવે તાજો મામલો પાકિસ્તાનની એક હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીં એક નવજાત બાળકને કિડનેપ કરીને તેની જગ્યાએ પ્લાસ્ટિકની ઢીંગલી (Newborn Replaced With Plastic Doll) રાખી દીધી હતી.

    આ મામલો રાવલપિંડીની હોલી ફેમિલી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાંથી જ એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાએ બાળકની જગ્યાએ ઢીંગલીને ત્યાં મૂકી દીધી.

    આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

    જ્યારે ભાનમાં આવ્યા બાદ માતાએ પુત્રને જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે હોસ્પિટલે ઢીંગલીને માતાના ખોળામાં મૂકી દીધી. ARY ન્યૂઝના અહેવાલ મુજબ, આ મામલો ફરીથી પોલીસને આપવામાં આવ્યો હતો. પોતાની ભૂલ સ્વીકારીને હોસ્પિટલે બાળકના અપહરણનો મામલો સ્વીકારી લીધો છે.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    હોસ્પિટલ મેનેજમેન્ટે આ કેસમાં પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપ્યું છે. આ મામલો 1 નવેમ્બરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લખવામાં આવ્યું છે કે કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે.

    આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

    ઓનલાઈન વાઈરલ થઈ રહેલા વિડીયોમાં લોકો હોસ્પિટલમાં હંગામો મચાવતા જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં જ બાળકની શોધખોળ કરવામાં આવશે. ઘણા લોકોએ બાળકની માતાને હિંમત રાખવા કહ્યું હતું. સાથે જ પોલીસ હોસ્પિટલના સીસીટીવી કેમેરા પણ ચેક કરી રહી છે.
    Published by:ankit patel
    First published: