ભારતમાં જીવત રહેવા શું કરવું ? હિન્દી બોલતા 'ભૂરિયા'નો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: May 20, 2018, 3:33 PM IST
ભારતમાં જીવત રહેવા શું કરવું ?  હિન્દી બોલતા 'ભૂરિયા'નો વીડિયો વાયરલ
News18 Gujarati
Updated: May 20, 2018, 3:33 PM IST
વર્ષોથી ભારત એક પ્રવાસન સ્થળ રહ્યું છે. દુનિયાભરમાંથી લોકો ભારતની સુંદરતા માણવા આવે છે. અહીંની સંસ્કૃતિ અહીંની રહેણીકહેણી વગેરે જોઇને ખુબજ પ્રભાવિત થાય છે. વિદેશથી આવતા લોકો અહીં સુરક્ષા અને ઠગાઇથી ડરતાં હોય છે. જો કે દુનિયાના દરેક દેશમાં જતા ટૂરિસ્ટોને છેતરાવવાનો ડર હોય છે, દુનિયાને ભારત અંગે મેસેજ આપવા ન્યૂઝીલેન્ડના એક શખ્સે અનોખો પ્રયાસ કર્યો છે. માર્લ રોક નામના આ વ્યક્તિએ વીડિયોઝ બનાવી ભારતમાં પ્રવાસ દરમિયાન શું શું સાવધાની રાખવી તે અંગે માહિતી આપી હતી. કાર્લનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.

કાર્લ મૂળ ન્યૂઝીલેન્ડના રહેવાસી છે, પરંતુ તેઓ સારી રીતે હિન્દી બોલી શકે છે. બાળપણમાં જ્યારે તેઓ ઓકલેન્ડમાં રહેતા હતા ત્યારે તેની ભારતીય યુવતી સાથે મિત્રતા હતી. ડેટિંગ દરમિયાન તેઓએ હિન્દી શીખી લીધી હતી. 33 વર્ષિય કાર્લે પોતાની હિન્દી બોલવાનો ઉપયોગ થોડા સમય પહેલા જ કર્યો છે. તેઓ એવા પ્રવાસીઓની મદદ કરે છે જેઓ ભારત આવી છેતરપિંડીનો શિકાર બને છે. છેલ્લા દોઢ વર્ષથી કાર્લ દિલ્હીમાં રહે છે અને તેની આસપાસના વિસ્તારોમાં ફરે છે. હાલ તેઓ ગુડગાવમાં રહે છે. કાર્લ ઇન્ડિયા સર્વાઇવલ ગાઇડ નામથી એક પુસ્તક પણ લખી ચૂક્યા છે.કાર્લ રોક વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા સાઇટ્સ પર અપલોડ કરે છે, અત્યારસુધીમાં તેઓ અનેક વીડિયોઝ બનાવી ચૂક્યા છે. કાર્લ ભારતમાં કોઇ અજાણ્યા રસ્તા પર જતા રહે છે, અને ત્યાંથી કેવી રીતે સુરક્ષિત સ્થળે પહોંચવું તે વીડિયોની મદદથી શીખવાડે છે. કાર્લના વીડિયોને અત્યારસુધીમાં લાખો લાઇક્સ અને તેના લાખો ફોલોઅર્સ પણ થઇ ગયા છે.

કાર્લ રોકે ભારતમાં કેટલીક ખાસ વાતો પર ધ્યાન આપવા વિદેશી ટૂરિસ્ટોને સૂચનો આપ્યા છે, જેમાં દુકાનો પર મળતા નકલી સામાન, ઓટોરિક્ષાવાળાઓ પાસે છેતરાવવું નહીં, કાર્લનું કહેવું છે કે અહીં એવા એવા છેતરપિંડી કરતાં ગ્રુપ્સ એક્ટિવ છે જેમાં પહેલા કોઇ એક શખ્સ તમારા બૂટ કે ચપ્પલ ખરાબ કરે છે, અને તેના જ ગ્રૂપનો એક વ્યક્તિ બૂટ સાફ કરાવવાના 2000 રૂપિયા વસૂલે છે.


Loading...

એક ઇન્ટરવ્યૂમાં કાર્લે જણાવ્યું કે તે ભારતના ગામડાઓની સુંદરતા જોવા ઇચ્છે છે, આ માટે તેઓ દાંડી યાત્રાના રૂટ પર પ્રવાસ કરવાનું ઇચ્છી રહ્યાં છે. આ પહેલા કાર્લ રોક પાકિસ્તાનમાં પણ જઇ ચૂક્યા છે. કાર્લનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન બંને દેશમાં એક જેવા જ લોકો છે.
First published: May 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...