ક્રાઇસ્ટચર્ચ હુમલો: ન્યૂઝીલેન્ડમાં મિલિટ્રી સ્ટાઇલની તમામ રાઇફલ્સ પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: March 21, 2019, 12:14 PM IST
ક્રાઇસ્ટચર્ચ હુમલો: ન્યૂઝીલેન્ડમાં મિલિટ્રી સ્ટાઇલની તમામ રાઇફલ્સ પર પ્રતિબંધ
ન્યૂઝીલેન્ડની પીએમ જેસિંડા એર્ડર્ન (ફાઇલ ફોટો)

ન્યૂઝીલેન્ડની પીએમ જેસિંડા અર્ડર્ને કહ્યું કે પ્રતિબંધિત હથિયારો માટે એક ખરીદ-વેચાણ યોજના બનાવવામાં આવશે

  • Share this:
ન્યૂઝીલેન્ડની પીએમ જેસિંડા અર્ડર્ને તમામ પ્રકારના સેમી ઓટોમેટિક હથિયારોના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ક્રાઇસ્ટચર્ચા હુમલાને ધ્યાને લઈને તેમણે આ પગલું ભર્યું છે. ક્રાઇસ્ટચર્ચમાં ગત શુક્રવારે બે મસ્જિદોમાં 50 લોકોની હત્યા બાદથી દેશના બંદૂક કાયદો વિવાદોમાં છે.

અર્ડર્ને કહ્યું કે 11 એપ્રિલ સુધી નવા કાયદો લાગુ થવાની આશા છે. તેઓએ કહ્યું કે પ્રતિબંધિત હથિયારો માટે ખરીદ-વેચાણ યોજના બનાવવામાં આવશે. પીએમ જેસિંડા અર્ડર્ને કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં તાત્કાલીક અસરથી અસોલ્ટ રાઇફલ્સ, હાઈ કેપેસિટી મેગજિન અને 'મિલિટ્રી સ્ટાઇલ સેમી ઓટોમેટિક રાઇફલો' પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ.

આ પણ વાંચો, ક્રાઇસ્ટચર્ચ હુમલો: હિજાબ પહેરી પીડિતોને મળ્યા PM, કહ્યું- તમે જે જોયું તે ન્યૂઝીલેન્ડ નથી

અર્ડર્ને ગુરુવારે પ્રતિબંધની જાહેરાત કરી અને કહ્યું કે આગામી મહિને આ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. તેઓએ કહ્યું હુમલામાં ધરપકડ કરાયેલા વ્યક્તિએ પોતાના હથિયાર કાયદાકિય રીતે ખરીદ્યા હતા અને એક સાધારણ ઓનલાઇન પોર્ટલ દ્વારા સરળતાથી ખરીદવામાં આવેલા 30-રાઉન્ડ મેગજીન્સનો ઉપયોગ કરી હુમલાની ક્ષમતાને વધારી.

ઉલ્લેખનીય છે કે, 15 માર્ચે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. 28 વર્ષીય ટન ટેરેન્ટ હેલ્મેટ પહેરીને મસ્જિદમાં ઘૂસ્યો એન ચાલો પાર્ટી શરૂ કરીએ કહેતા અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો. જે સમયે આ હુમલો થયો મસ્જિદ નમાજીઓથી ભરેલું હતું. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી.
First published: March 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading