નવો ખતરો! UKમાં કોરોના સાથે નવી રહસ્યમય બીમારીથી હાહાકાર, બાળકોને બનાવે છે શિકાર

News18 Gujarati
Updated: May 14, 2020, 4:11 PM IST
નવો ખતરો! UKમાં કોરોના સાથે નવી રહસ્યમય બીમારીથી હાહાકાર, બાળકોને બનાવે છે શિકાર
પ્રતિકાત્કમ તસવીર

5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોમાં કાવાસાકી નામની સંક્રમક બીમારીના શિકાર થાય છે. બ્રિટનમાં અત્યાર સુધી 100 બાળકો કાવાસાકી બીમારીનો શિકાર બની ચૂક્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કહેર સામે લડી રહેલા બ્રિટન (Britain)માં હવે એક બીજી રહસ્યમય બીમારીએ માથું ઉઠાવ્યું છે. આ બીમારીની નિશાના ઉપર બાળકો છે. આશરે 100 બાળકો આ બીમારીની ચપેટમાં આવી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં આ બીમારીના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી શકે છે. આ સંક્રમિત બીમારીનું નામ કાવાસાકી રાખવામાં આવ્યું છે. અને આ સંક્રમણને કોરોના વાયરસ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે.

ધ સન પ્રમાણે 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોમાં કાવાસાકી (kavasaaki) નામની સંક્રમણ બીમારીના શિકાર થાય છે. બ્રિટનમાં અત્યાર સુધી 100 બાળકો કાવાસાકી બીમારીનો શિકાર બની ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે કોવિડ-19થી સંભવતઃ પ્રભાવિત બાળકોમાં આ પ્રકારનું સંક્રમણ થઈ રહ્યું છે. આ બીમારીના કારણે આખા શરીર ઉપર લાલા ફોલ્લીઓ થઈ જાય છે. ભારે તાવ આવે છે અને ડાયેરિયા થઈ જાય છે.

બ્રિટનના નેશનલ હેલ્થ સિસ્ટમ (NHS)ના છેલ્લા એક મહિનામાં હોસ્પિટલોમાં આ રહસ્યમય ઘાતક ઈફ્લેમેટરી સિડ્રોમનો શિકાર બાળકોની વધતી સંખ્યા ઉપર ડોક્ટરોને એલર્ટ કર્યા છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી શોધકર્તાઓએ રહસ્યમય બીમારી મામલો ઉપર સતત નજર રાખી છે. અત્યાર સુધીમાં 75થી 100 બાળકોમાં આ પ્રકારનું સંક્રમણ જોવા મળ્યું છે. આ બીમારીમાં 14 વર્ષના બાળકનું મોત થઈ ચૂક્યું છે.

એપ્રિલ મહિનાના અંતમાં કાવાસાકી બીમારીના કેસમાં અચાનક વધારો આવ્યો છે. શરુઆતી ડેટા પ્રમાણે કાવાસાકી બીમારી દરમિયાન બાળકોને થોડા દિવસ ભારે તાવ રહે છે અને સાથે સાથે પેટમાં પણ દુઃખાવો, ડાયેરિયા, આંખો લાલ થવી અને જીભ લાલ જેવા લક્ષણો જોવા મળે છે.

ઈમ્પીયરિય કોલેજ લંડનમાં પીડિએટ્રીક ઈન્ફેક્શિયસ ડિઝિઝ એન્ડ ઈમ્યૂનોલોજીના નિષ્ણાંત ડો. લિઝ વ્હિટટેકર પ્રમાણે અત્યાર સુધી થોડા જ કેસ સામે આવ્યા હતા. જ્યારે આ ઘાત બીમારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધારે થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે કોવિડ-19ના મામલાઓમાં જે પ્રકારે થોડા જ સમયમાં વધારો દેખાયો હતો. આવી જ રીતે કાવાસાકી બીમારીમાં થોડા જ સમયમાં વધારો જોવા મળ્યો છે.
First published: May 14, 2020, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading