પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને મોટો ફટકો પડ્યો છે. અલ-અજિજિયા ભ્રષ્ટાચારના મામલામાં નવાઝ શરીફને કોર્ટે 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. જ્યારે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ મામલામાં સાબિતિ ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય શરીફને 2.5 મિલિયન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નવાઝ શરીફની કોર્ટની અંદર જ ધરપકડ કરવામાં આવી છે.
નવાઝ શરીફનો જેલની સજાનો નિર્ણય આવ્યા પહેલા કોર્ટની બહાર ઘણો હંગામો થયો હતો. શરીફના સમર્થકો ત્યાં હાજર રહેલા પોલીસ સાથે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન પોલીસે ટિયર ગેસના શેલ પણ છોડ્યા હતા.
કોર્ટના જજ મોહમ્મદ અશરદ મલિકે ઇસ્લામાબાદના કોર્ટમાં ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ અને અલ-અજિજિયા મામલા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય પહેલા નવાઝ શરીફ રવિવારે ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફ પર ચાલી રહેલા મામલા પર સોમવાર સુધી નિર્ણય આપવાની ડેડલાઈન નક્કી કરી હતી.
ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ આ પહેલા પણ ભ્રષ્ટાચારના મામલામાં જેલની સજા ભોગવી રહ્યા છે. પાકિસ્તાનના સુપ્રીમ કોર્ટે તેમને પ્રધાનમંત્રીના પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર