પાકિસ્તાનમાં સિદ્ધુએ કહ્યું - ઇમરાને લોકોના દિલ જીત્યા, PM મોદીનો પણ આભાર

પાકિસ્તાનમાં સિદ્ધુએ કહ્યું - ઇમરાને લોકોના દિલ જીત્યા, PM મોદીનો પણ આભાર

કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન તરફથી કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો

 • Share this:
  કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)એ શનિવારે પાકિસ્તાન (Pakistan) તરફથી કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનમાં આપેલા પોતાના ભાષણમાં સિદ્ધુએ કરતારપુર કોરિડોરના નિર્માણ કરવા માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો (PM Imran Khan)આભાર માન્યો હતો. સિદ્ધુએ ઇમરાન માટે કહ્યું હતું કે તેણે લોકોના દિલ જીતી લીધા છે.

  સિદ્ધુએ કહ્યું હતું કે મારા મિત્ર ઇમરાન ખાને કોઈ નફો-નુકસાન જોયા વિના રબ માટે, અલ્લાહ માટે કર્યું છે. અહીં શીખ કોમ એક ટકા છે પણ તેમનો દબદબો 50 ટકા છે. સિદ્ધુએ ઇમરાનને કહ્યું હતું કે આ શીખ કોમ તમને જ્યાં લઈ જશે ત્યાં સુધી તમારો વિચાર પણ જઈ શકશે નહીં.

  આ પણ વાંચો - અયોધ્યાનો નિર્ણય નવી સવાર લઈને આવ્યો, બધાની જવાબદારી વધી: પીએમ મોદી

  પીએમ મોદીનો આભાર માન્યો
  સિદ્ધુએ કહ્યું હતું કે ભાગલા પછી પ્રથમ વખત સરહદ ખતમ કરી દેવામાં આવી છે. મારા મિત્ર ઇમરાન ખાનના યોગદાનને કોઈ નકારી શકે નહીં. હું મોદી જી નો પણ આ માટે આભાર માનું છું. તેનાથી કોઇ ફરક પડતો નથી કે અમારી વચ્ચે રાજનીતિક અસમાનતા છે. ફરક નથી પડતો કે મેં પોતાનું જીવન ગાંધી પરિવારને સમર્પિત કરી દીધું છે. હું મોદી સાહેબને મુન્ના ભાઈ એમબીબીએસની સ્ટાઇલમાં જાદુની ઝપ્પી આપું છું.

  સિદ્ધુએ કહ્યું હતું કે ઉઝબેકિસ્તાન, તઝાકિસ્તાન સિલ્કન રુટથી અમૃતસર સુધી સૌથી તગડું બજાર હતું પણ આજે બધા ઉપર તાળા લાગી ચૂક્યા છે. મારું સપનું છે કે અમૃતસરથી કોઈ સાગ મક્કાની રોટલી ખાઈને સવારે ચાલે અને અહીં લાહોર આવીને બિરયાની ખાઈને વેપારનું કામ કરી પાછો પોતાના ઘરે ફરે. આ મારું સપનું છે અને તેના કહેવામાં મને કોઈ ડર નથી.
  Published by:Ashish Goyal
  First published: