ક્રિકેટરથી રાજનીતિમાં આવેલ નવજોતસિંહ સિદ્ધુ પોતાના મિત્ર અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા જઈ રહેલા ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે શુક્રવારે પાકિસ્તાન પહોચી ગયો છે. સુટ અને ગુબાલી પગડી પહેરી સિદ્ધુ વાઘા બોર્ડરથી લાહોર પહોચ્યો હતો. જ્યાંથી તે ઇસ્લામાબાદ જશે. શપથ ગ્રહણ સમારોહ શનિવારે ઇસ્લામાબાદમાં થવાનો છે.
સિદ્ધુએ પાકિસ્તાનમાં લોકતંત્રમાં ચુંટણી પછી આવેલા પરિવર્તનનું સ્વાગત કરતા કહ્યું હતું કે ઇમરાને બંને દેશો વચ્ચે શાંતિની પહેલી કરવી જોઈએ. સિદ્ધુએ કહ્યું હતું કે ભારતના સદભાવના દૂતના રૂપમાં પ્રેમનો સંદેશો લઈને પાકિસ્તાન આવ્યો છું. હું અહી રાજનેતાના રૂપમાં નહીં પણ દોસ્તના રૂપમાં આવ્યો છું. હું અહીં મારા મિત્ર (ઇમરાન)ની ખુશીમાં સામેલ થવા આવ્યો છું.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ સુકાની માટે શું ગિફ્ટ લઈને આવ્યા છો તેવા સવાલના જવાબ પર સિદ્ધુએ કહ્યું હતું કે હું ખાન સાહિબ માટે કાશ્મીર સાલ લાવ્યો છું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ બંને દેશો વચ્ચે અમનની વાત કરતા હતા. તેણે કહ્યું હતું કે જો પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો આંચ આપણા ઉપર પણ આવશે.
ઇમરાન વિશે કહ્યું હતું કે મેં તેને પોતાની નબળાઈને તાકાત બનાવતા જોયો છે. હું પ્રાર્થના કરીશ કે ઇમરાન પોતાના દેશ માટે સમૃદ્ધિનો પરિચાયક બની જાય.
ભારતના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ શપથ ગ્રહણમાં આમંત્રણ હતું પણ તેમણે અંગત કારણોસર ફગાવી દીધું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર