Home /News /world /SHOCKING: આંખોનું રુટીન ચેકઅપ કરાવવા ગઈ મહિલા, રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ

SHOCKING: આંખોનું રુટીન ચેકઅપ કરાવવા ગઈ મહિલા, રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ

સારાહની વિવિધ તસવીરો

britain news:બે બાળકોની માતા ચેરિટી બ્રેઈન ટ્યૂન રિસર્ચમાં (Charity Brain Tune Research) કામ કરે છે. તાજેતરમાં તેમણે નેશનલ આઈ હેલ્થ અવેરનેશ (National Eye Health Awareness) દરમિયાન ચોંકાવનારી કહાની (shocking story) સંભળાવી હતી.

લંડનઃ બ્રિટનમાં (Britain news) એક મહિલા આંખોના રૂટીન ચેકઅપ (Routine eye-test)કરાવવા માટે ગઈ હતી. અનેક મહિનાઓથી તેને ધૂંધળું દેખાતું હતું. પરંતુ તેણે જ્યારે ચેકઅપ કરાવ્યું તો ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. એનાથી તેમને તેમની લાઈફમાં (life) બધું જ બદલાઈ ગયું હતું. મહિલાને પોતાને જીવલેણ ટ્યૂમ (Brain tumour) હોવાની વાત જાણવા મળી હતી. સારાહ કાર્ડવેલ 46 વર્ષની છે. બે બાળકોની માતા ચેરિટી બ્રેઈન ટ્યૂન રિસર્ચમાં કામ કરે છે. તાજેતરમાં તેમણે નેશનલ આઈ હેલ્થ અવેરનેશ (National Eye Health Awareness) દરમિયાન ચોંકાવનારી કહાની (shocking story) સંભળાવી હતી.

સારાહની આપવીતી
ગણા સમયથી નજર ધૂંધળી થવાના કારણે નવેમ્બર 2018માં તેઓ ઓપ્ટિશિયંસ પાસે ગઈ હતી. તેણે ગણા સમય સુધી ચશ્મા પણ પહેરાવ્યા હતા. પરંતુ એનાથી કંઈ ફરક પડ્યો ન હતો. ઓપ્ટિશિયન્સે તેને અનેક ટેસ્ટ કરાવ્યા અને અનેક ગ્લાસ બદલીને તેની આંખોની રોશનીમાં અંત જોયું નહીં. ત્યારબાદ સારાહને નેત્ર રોગ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું.

ત્યાં આવેલી સ્પેશિયલિસ્ટને સારાહની આંખોની પાછળની કેટલીક તસવીરો લીધી હતી અને કલર બ્લાઈડનેસ ટેસ્ટ કરાવ્યા હતા. બે બાળકોની માતા સારાહએ જણાવ્યું હતું કે, આઈ સ્પેસિયાલિસ્ટે મને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. અથવા તો તેને કોઈ અજીબોગરીબ લક્ષણો દેખાયા હોય?

સારાહની સારવાર દરમિયાન અને ફાઈલ તસવીર


સારાહે જણાવ્યું કે મને એનીમિયા માટે આયરનની ગોળી આપી હતી. કેટલીક બીમારી અને ચક્કરની પણ. હું ગંભીર માથાના દુઃખાવાના કારણે ડોક્ટર પાસે ગઈ હતી. પરંતુ ત્યારે મને લાગ્યું કે કદાચ વધારે કામ કરવાના કારણે આવું થાય છે.

ત્યારબાદ સારાહનું એમઆરઆઈ સ્કેન કરાવવાનું કહ્યું હતું. આ સ્કેનમાં તેના બ્રેઈનમાં સીસ્ટ દેખાયું હતું. બીજા દિવસે તેને અન્ય એક એમઆરઆઈ કરાવવા માટે કહ્યું હતું. થોડા દિવસ પછી તે એક ન્યૂરોસર્જન પાસે બેઠી હતી. તેણે જણાવ્યું કે તેને બ્રેઈન ટ્યૂમર છે અને તે તેની ઓપ્ટીક નર્વ ઉપર છે. સર્જને સારાહને ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું. આ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ 'મેડમ, મારી પત્ની નહાતી નથી, તેના શરીરમાંથી ગંધ આવે છે, છૂટાછેડા અપાવો'

ડોક્ટરોએ પાંચ કલાકની બ્રેઈન સર્જરી કરીને ટ્યૂમરને કાઢ્યું હતું. અને તેમણે સાઈનસ થકી આ કામને અંજામ આપ્યો હતો. 22 ડિસેમ્બર 2018એ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ તેની મુશ્કેલીઓ હજી ખતમ થઈ ન્હોતી. સારાહએ જણાવ્યું કે ફેબ્રુઆરી MRI સ્કેરમાં બધી વસ્તુઓ સરખી દેખાઈ હતી. પરંતુ જૂમાં MRI સ્કેનમાં ટ્યૂર ફરથી ઉભરી આવ્યું હતું. જેનાથી મારી આંખોમાં અલગ ઝુનઝુની થઈ રહી હતી. ડોક્ટરોએ ટ્યૂમરના રીગ્રોથ ઉપર ફરીથી સર્જરી કરી હતી.

આ પણ વાંચોઃ-સુરત: જીવના જોખમનો live video, ઓવર બ્રીજની પાળી પર ચાલી સ્ટન્ટ કરતા બે યુવાનો video viral

સારાહે જણાવ્યું કે આ વખતે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી પરંતુ સેરેબ્રોસ્પાઈનલ ફ્લૂડ લીક અને મગરમાં સોજો હતો. મારે એકવાર ફરીથી હોસ્પિટલ જવું પડ્યું હતું. બે સર્જરી બાદ ફ્લૂડને ફિક્સ કરવામાં આવ્યું. વાસ્તવમાં આ ભયાનક અનુભવ હતો. હવે દર વર્ષે એકવાર એમઆરઆઈ સ્કેન કરાવે છે અને તેની સ્થિતિ હવે સારી છે. હવે તે દરેક જગ્યાએ પોતના બ્રેઈન ટ્યૂમરનો અનુભવ શેર કરે છે. લોકોને કહે છે કે આંખો સાથે જોડાયેલા પ્રશ્નનોને હળવાશમાં ન લેવા જોઈએ.
First published:

Tags: BRITAIN, OMG story, Shocking news, World news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો