છ મહિના પછી આજે મંગળ પર ઉતરશે નાસાનું યાન

મંગળ ગ્રહની ફાઇલ તસવીર

મંગળ ગ્રહ પર ઉતરી ખોદકામ શરૂ કરશે નાસાનું માર્સ ઈનસાઈટ

 • Share this:
  પૃથ્વીથી પ્રસ્થાન કર્યાનાં છ મહિના પછી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું રોબોટિક અંતરિક્ષ યાન 'માર્સ ઈનસાઈટ' સોમવારે અમેરિકી સમયાનુસાર બપોરે લગભગ 2.53 કલાકે મંગળની ધરતી પર ઉતરશે. નાસાનાં એક જાહેર નિવેદન પ્રમાણે, ઉતર્યાનાં થોડાં જ કલાક બાદ માર્સ ઈનસાઈટ મંગળ ગ્રહની જમીનમાં ખોદકામ કરતાં કરતાં ત્યાંનાં નમુના ભેગા કરી તેની રિપોર્ટ પૃથ્વી પર મોકલવાનું શરૂ કરી દેશે.

  રવિવારે કેલિફોર્નિયાની નજીક પાસાદેનામાં નાસાની જેટ પ્રોપ્લયૂજન લૅબમાં માર્સ ઈનસાઈટની ટીમે યાનનાં મંગળ ગ્રહ પર ઉતરવાની ઉલ્ટી ગણતરી શરૂ કરી દીધી છે. નાસાએ માર્સ ઈનસાઈટનાં મંગળ ગ્રહ પર ઉતરવાનાં સીધાં પ્રસારણને આખી દુનિયામાં પ્રસારિત કરવાની તૈયારી કરી છે.

  ઈનસાઈટ મંગળ ગ્રહની જમીનમાં આશરે 5 મીટર સુધી અંદર ખોદકામ કર્યા પછી ત્યાંની ગર્મી તેમજ તે ગ્રહ પર આવનારા ભુકંપનો ડેટા નાસાને પહોંચાડશે. ઈનસાઈટ પહેલાં વર્ષ 2012માં 'ક્યુરોસિટી' મંગળ ગ્રહ પર ઉતરવા વાળો છેલ્લો રૉવર હતો. ઈનસાઈટની લેન્ડિંગ ક્યુરોસિટીનાં ઉતરવાની જગ્યાએથી 340 માઈલ દુર ઉત્તરમાં રાખવામાં આવી છે, જેનાંથી અલગ પ્રકારનો ડેટા નાસાને ઉપલબ્ધ થઈ શકે.
  Published by:ankit patel
  First published: