મંગળ પર હેલિકોપ્ટર મોકલશે NASA, ટેનિસ બોલ જેટલું મોટું ને વજન હશે 1.8 કિલો

મંગળ પર હેલિકોપ્ટર મોકલશે NASA, ટેનિસ બોલ જેટલું મોટું ને વજન હશે 1.8 કિલો

 • Share this:
  અવકાશ વિજ્ઞાન એજન્સી નાસા 2020માં મંગળ મિશન પર કામ કરી રહ્યું છે, આ મિશનની સાથે એક હેલિકોપ્ટર મોકલવાની જાહેરાત કરી છે. આ હેલિકોપ્ટર આકારમાં ટેનિસ બોલ જેટલો હશે અને તેનું વજન 1.8 કિલોગ્રામ હશે, ડ્રોન જેવા દેખાતા આ હેલિકોપ્ટરની મદદથી મંગળ ગ્રહની જીણવટભરી માહિતી મેળવવામાં મદદ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે મંગળ ગ્રહ અનેક મામલે પૃથ્વીની જેમ જ સમાન છે, બંને ગ્રહો પર પર્વત દેખાયા છે. જો કે પૃથ્વીની તુલનામાં તેની લંબાઇ અને પહોળાઇ ઓછી છે.

  નાસાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે નાસાએ આ ડિવાઇસનું નામ ધ માર્સ હેલિકોપ્ટર રાખ્યું છે, જેમાં મુખ્ય બોડી પાર્ટ્સ જ જોડવામાં આવશે. ડ્રોન જેવા દેખાતા માર્સ હેલિકોપ્ટર પર જનારું પ્રથમ એરક્રાફ્ટ હશે જે હવા કરતાં વધુ વજનદાર હશે. આ હેલિકોપ્ટરને ત્રણ પાંખ હશે જે એક મિનિટમાં ત્રણ હજાર વાર ફરશે જે પૃથ્વીના હેલિકોપ્ટરથી દશ ગણું વધારે છે.

  નાસાનું મિશન 2020

  વેબસાઇટ્સમાં જણાવ્યા પ્રમાણે હાલ નાસા મંગળ મિશન 2020 પર કામ કરી રહ્યું છે, 2020માં રોવર સેટેલાઇટ મોકલવામાં આવશે જેની સાથે ધ માર્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મિશન ફેબ્રુઆરી 2021માં મંગળની ધરતી પર પહોંચશે ત્યારબાદ કામ શરૂ કરશે. નાસાનું મંગળ મિશન સૌથી ખતરનાક મિશનમાંથી એક છે, પૃથ્વી અને મંગળના વાતાવરણમાં ખૂબ જ તફાવત છે. પૃથ્વીમાં હેલિકોપ્ટર વધુમાં વધઉ 40 હજાર ફૂટ પર ઉડી શકે છે, પરંતુ મંગળના વાતાવરણને કારણે ત્યા જમીન પર જ પૃથ્વીથી 1 લાખ ફૂટ ઉંચાઇ જેટલું વાતાવરણ છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું કે જો આ મિશન કામ નહીં કરે તો 2020ના મિશન પર મોટી અસર નહીં પડે, જો કે આ કામ કરશે તો આવનારા સમયમાં સ્પેસ એજન્સીઓ પાસે એરક્રાફ્ટ મોકલવાના અનેક સાધનો હશે.
  Published by:News18 Gujarati
  First published:May 13, 2018, 14:45 pm

  ટૉપ ન્યૂઝ