મંગળગ્રહ ઉપર કેવો થાય છે સૂર્યાસ્ત? NASAએ પહેલીવાર દુનિયાને દેખાડી અદભૂત તસવીર

NASAએ શેર કરેલી તસવીર

NASA news: આ પ્રશ્ન નાસાના વૈજ્ઞાનિકોના (NASA scientists) મનમાં પણ આવ્યો અને તેઓએ બાકીના ગ્રહોથી (planets) સૂર્યાસ્ત (sunset) કેવો દેખાય છે તેની સુંદર તસવીર પણ શેર કરી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ડૂબતા સૂર્યની (sunset) આછી વિદાળી રોશનીથી સજેલા આકાશનો અદભૂત નજારો કોઈનું પણ મનમોહી લે. પૃથ્વીના (sunset of earth) વિભિન્ન જગ્યાઓ ઉપર સનસેટની તસવીરો (Mars sunset photos) અને નજારાનો અત્યાર સુધી તમે અનેક વખત જોયો હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે સૌરમંડલના (Solar System) બાકીના ગ્રહો પરથી સનસેટ કેવો દેખાતો હશે. જોકે, મોટાભાગના લોકોના મનમાં આવો પ્રશ્ન જ નહીં આવતો હોય.

  પરંતુ આ પ્રશ્ન નાસાના વૈજ્ઞાનિકોના મનમાં પણ આવ્યો અને તેઓએ બાકીના ગ્રહોથી સૂર્યાસ્ત કેવો દેખાય છે તેની સુંદર તસવીર પણ શેર કરી છે. લાંબા સમયથી મંગળ પર જીવનની શોધ કરી રહેલા નાસાના વૈજ્ઞાનિકોએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે (NASA Share Sunset pic of Mars). સફેદ ખરબચડા વાદળો, પહાડો જેવા દેખાતા પથ્થરો વચ્ચે ડૂબતા સૂર્યની તસવીર જોઈને અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કે આ પૃથ્વીની નહીં પણ મંગળ ગ્રહની તસવીર છે.
  View this post on Instagram


  A post shared by NASA (@nasa)


  આ તસવીર શેર કરતાં નાસાએ કેપ્શનમાં લખ્યું છે કે, “લાલ ગ્રહ પર વાદળી સૂર્યાસ્ત. અમારા પર્સિવરેન્સ માર્સ રોવરે તેનો સૌપ્રથમ સૂર્યાસ્તનો ફોટો લીધો છે." નાસાની પોસ્ટ અનુસાર, આ તસવીર માસ્ટકેમ-ઝેડ કેમેરા સિસ્ટમ દ્વારા 9 નવેમ્બર 2021ના રોજ લેવામાં આવી હતી. મિશનના 257માં દિવસે મંગળની સૂર્યાસ્તની તસવીર લેવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

  નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળ પરથી સૂર્યાસ્તનો આ પહેલો ફોટો છે. નાસાએ ખુલાસો કર્યો છે કે લાલ ગ્રહ પર સૂર્યાસ્તનું અવલોકન 1970ના દાયકાથી ચાલી રહ્યું છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદ: રત્નાકર બેંકના 2 લાંચિયા અધિકારી cbiની ઝપેટમાં આવ્યા, મૂલ્યાંકન પ્રમાણપત્ર માટે માંગ્યા હતા એક કરોડ રૂપિયા

  નાસાએ જણાવ્યું હતું કે, "મંગળના સૂર્યાસ્તમાં સામાન્ય રીતે તેમના લાક્ષણિક વાદળી રંગછટા દેખાય છે, જે વાતાવરણમાં રહેલી ધૂળના પરિણામે દેખાય છે," નાસાએ જણાવ્યું હતું.
  Published by:ankit patel
  First published: