મંગળ પર જીવન શક્ય છે? 'નાસા'ને મળ્યો મહત્વનો પુરાવો

નાસાએ જણાવ્યું કે આ ગ્રહ એક નાના લાલ તારાના ચક્કર લગાવતો હતો. આજ કારણે તેની પર પર્યાવરણ કે જીવન હોવાની સંભાવના પડકારજનક છે. ઉલ્લેખનીય છે કે નાસાને આવો ત્રીજો ગ્રહ મળ્યો છે જ્યાં જીવન હોવાની સંભાવના છે. નાસાએ આ પહેલા ટીગાર્ડન અને ટ્રેપિસ્ટ 1 એફ જેવા ગ્રહની શોધ પણ કરી છે. ગત થોડા સમયમાં નાસાએ હબલ સ્પેસ ટેલી સ્કોપની મદદથી પૃથ્વીના તાપમાન સાથે મેળ ખાતા ગ્રહોને શોધવામાં સફળતા મેળવી છે.

 • Share this:
  નાશાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર કેટલાક ઓર્ગેનિક કંપાઉન્ડના અંશ મળ્યા છે. સાથે જ વાતાવરણમાં રહેલા મિથેન ગેસમાં કેટલાક વાતાવરણના ઉતાર-ચઢાવની અસર પણ જોવા મળી છે. મંગળ ગ્રહ પર જીવનની તપાસ અંગે નાસાની અત્યારની રિપોર્ટમાં અપાયેલ આ જાણકારી મંગળ પર જીવન અંગે અત્યાર સુધીનો સૌથી મોટો પુરાવો છે.

  3.5 બિલિયન વર્ષ પહેલાના પથ્થરને માત્ર 2 ઇંચ સુધી ખોદવાથી બે અલગ અલગ જૈવિક અણુ મળ્યાં છે. પહેલા જ્યારે મંગળ ગ્રહ આજની તુલનામાં ગરમ અને ભીનો હતો ત્યારે ત્યાં ગેલ ક્રેટર એક સરોવર જેવું દેખાતું હતું. હવે તે એક ખડક બની ગયો છે. આ ખડકના પથ્થરને ખોદવાથી આ જૈવિક પ્રમાણ મળ્યું છે.

  સાથે જ વાતાવરણના મિથેનમાં મળેલા વાતાવરણના ઉતાર-ચઢાવના પ્રમાણે મંગળ પર જીવનની શોધ અંગેની જીજ્ઞાશા વધારી દીધી છે. ધરતી પર મિથેન બને છે તે તમામ જૈવિક પ્રક્રિયાઓ પછી જ બને છે. પરંતુ વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે મિથેનને જીવન સાથે અત્યારે જોડવું થોડું જલ્દી હશે.

  વૈજ્ઞાનિકો પ્રમાણે જૈવિક અણુને જીવનનો આધાર માનવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આ જૈવિક અણુ અજૈવિક કેમિકલ રિએક્શનના કારણે પણ બની શકે છે. તે કહેવું પણ અત્યારે યોગ્ય નથી કે મળેલા જૈવિક તત્વ બાયોલોજીકલ રિએક્શનથી બન્યા છે કે નહીં.

  ધરતી સિવાય અન્ય ક્યાંય જીવનની સંભાવના આખા સ્પેસ સાઇન્સ માટે મોટો સવાલ છે. પથ્થરમાં મળેલ જૈવિક અંશે મંગળ પર જીવનની સંભાવનાને એક પગલું આગળ લઇ ગઇ છે. જેના કારણે અનુમાન લગાવી શકાય છે કે આ પ્રાચીન ગ્રહ પર જીવન શક્ય બની શકે છે. વૈજ્ઞાનિકો પ્રમાણે અહીંયા જીવન માટે જરૂરી બધું જ છે પરંતુ અત્યાર સુધી ખબર નથી પડી રહી કે મંગળ પર જીવન શક્ય છે કે નહીં.
  Published by:Kaushal Pancholi
  First published: