મોટી સફળતાઃ NASAએ અવકાશમાં સફળતાપૂર્વક બે છોડનું વાવેતર કર્યું

છોડની તસવીર

પાક ચોઈમાં રિપ્રોડક્શન સાયકલના ભાગરૂપે હવે ફૂલ પણ આવવા લાગ્યા છે. ફૂલને પરાગિત કરવા માટે એક નાના પેઈન્ટબ્રશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 • Share this:
  ન્યૂયોર્કઃ NASAના અભિયાન 64ના ક્રૂમેમ્બર માઈકલ હોપકીન્સે (Crumember member Michael Hopkins) અવકાશમાં બે છોડનું વાવેતર કર્યું છે. ‘અમારા’ મસ્ટર્ડ અને અગાઉ ‘એક્સ્ટરા ડ્વાર્ફ’ પાક ચોઈ ઉગાડવામાં આવી હતી. યુએસ સ્પેસ એજન્સીએ (US Space Agency) જણાવ્યું કે 64 દિવસ સુધી તેને ઉગાડવામાં આવી હતી, સ્પેસ સ્ટેશનમાં (space station) તે સૌથી લાંબા પત્તાવાળા છોડ છે. પાક ચોઈમાં રિપ્રોડક્શન સાયકલના ભાગરૂપે હવે ફૂલ પણ આવવા લાગ્યા છે. ફૂલને પરાગિત કરવા માટે એક નાના પેઈન્ટબ્રશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

  સ્પેસ ક્રોપ પ્રોડક્શન પ્રોજેક્ટ વૈજ્ઞાનિક મેટ રોમેને આ પ્રયોગ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, “છોડને સંપૂર્ણ રીતે પરાગિત કરવા માટે આ માર્ગ અપનાવવામાં આવ્યો છે, તે વાતનું મને સહેજ પણ આશ્ચર્ય નથી.” “પેઈન્ટ બ્રશનો ઉપયોગ કર્યા બાદ મોટી સંખ્યામાં બીજનું ઉત્પાદન જોવા મળ્યું છે.”

  નાસાએ પોસ્ટ શેર કરી કે, હોપકીન્સે પાક ચોઈ ડીશ ખાધી છે. તેમણે આ ડીશમાં સોયા સોસ, લસણ પણ ઉમેર્યું છે અને 20 થી 30 મિનિટ સુધી ગરમ કર્યું છે. એસ્ટ્રોનોટ્સે ‘અમારા’ મસ્ટર્ડ ડીશ પણ ટ્રાય કરી છે. આ ડીશમાં તેમણે ચીકન, સોયા સોસ અને બાલ્સામિક વિનેગર ઉમેર્યું છે. ‘અમારા’ મસ્ટર્ડની એક્સપરિમેન્ટ નોટ્સમાં લખ્યું છે કે તે “સ્વાદિષ્ટ અને ક્રન્ચી” છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

  આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

  અંતરિક્ષ યાત્રીઓને પેક કરીને આપવામાં આવેલ ભોજનમાં પોષકતત્વ રહેલા હોય છે. હવે તાજા પાક પણ આકર્ષણ ધરાવે છે. હોપકીન્સે જણાવ્યું કે આ છોડ “પૃથ્વી સાથે કનેક્શન” ધરાવે છે, જેને ખૂબ જ સરાહના મળી છે, અને તે પોતાનો પર્સનલ ટાઈમ સ્પેસ ગાર્ડનર તરીકે વિતાવે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

  આ પ્રયોગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ફ્રૂટના બીજને પરાગિત થવાની આવશ્યકતા છે. ક્રૂએ આ બાબત સમજવાની ખૂબ જ જરૂરી છે કે તે માઈક્રોગ્રેવિટીમાં કેવી રીતે કાર્ય કરે છે અને ખાસ કરીને ઓછા ગુરુત્વાકર્ષણમાં કેવી રીતે કામ કરે છે.  કેનેડી સ્પેસ સેન્ટર પ્લાન્ટ હેબિટેટ 4ના પ્રયોગના ભાગરૂપે આ વર્ષે મરચાના બીજ મોકલશે. મરચાના બીજ SpaceXના 22માં કમર્શિયલ રિસપુલ્લી સર્વિસ મિશન પર મોકલવામાં આવશે. નાસાએ જણાવ્યું કે આગામી વર્ષે ટમેટાનો VEG-05 પ્રયોગ કરવામાં આવશે.
  First published: