Home /News /world /

UNGAમાં PM મોદીના જોરદાર ભાષણથી દુનિયામાં વધી ભારતની તાકાત

UNGAમાં PM મોદીના જોરદાર ભાષણથી દુનિયામાં વધી ભારતની તાકાત

PM મોદીના ભાષણમાં ભારત અને 130 કરોડ ભારતીયોના સકારાત્મક વિકાસ પથની છાપ જોવા મળી

PM મોદીના ભાષણમાં ભારત અને 130 કરોડ ભારતીયોના સકારાત્મક વિકાસ પથની છાપ જોવા મળી

    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan) શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી યૂએનજીએમાં પીએમ મોદીના આ ભાષણથી વૈશ્વિક મંચ ઉપર ભારતની તાકાત વધારે વધી છે. ભારતના પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર દુનિયાને ચરમપંથના ખતરાથી ચેતવ્યા હતા. જ્યારે શાંતિ માટે ભારતની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના આ ભાષણનો વૈશ્વિક પ્રભાવ પણ પડ્યો છે. યૂએનમાં તેની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીએ પોતાનું ભાષણ ખતમ કર્યું ત્યારે ત્યાં હાજર બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષો અભિનંદન આપવા ઉભા થઈ ગયા હતા. ગ્રીસના પીએમ, મોરિશસના રાષ્ટ્રપતિ અને સિંગાપુરના પ્રધાનમંત્રીએ પીએમ મોદીના ભાષણની પ્રશંસા કરી હતી અને શુભકામના પાઠવી હતી.

    યૂએનમાં આપવામાં આવેલ પોતાના ભાષણમાં પીએમ મોદી કાશ્મીર મામલા પર યૂ વર્સેસ મી થી દૂર રહ્યા હતા. પીએમ મોદી એ વાતને લઈને બિલકુલ સ્પષ્ટ હતા કે કાશ્મીર ઉપર કોઈ સમજુતી થશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક મંચથી સંબોધિત કરવાના કારણે આ સંદેશને પણ જોરથી રજુ કર્યો હતો. તેમના ભાષણમાં ભારત અને 130 કરોડ ભારતીયોના સકારાત્મક વિકાસ પથની છાપ જોવા મળી હતી.

    આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UNGAમાં દુનિયાને આ સાત મોટા સંદેશા આપ્યા

    પીએમ મોદી છવાયા, ઇમરાન ખાન પોતાના જ ભાષણ પર હસ્યા
    યૂએનમાં પીએમ મોદી પછી ઇમરાન ખાને ભારત સામે નફરતથી ભરેલું ભાષણ આપ્યું હતું. તેણે નામ લઈને ભારત ઉપર આરોપ લગાવ્યા હતા અને કાશ્મીર ઉપર ભારત સરકારના વલણની ટિકા કરી હતી. ઇમરાન ખાનનું ભાષણ કૉંગ્રેસ માટે એક તમાચો પણ છે, કારણ કે કૉંગ્રેસના એક પૂર્વ મંત્રીના હિન્દુ આતંકવાદના નિવેદનનો ઉલ્લેખ પણ ઇમરાને પોતાના ભાષણમાં કર્યો હતો.

    આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અધિવેશનમાં ભારતે એક મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે. જેમાં ભારતે જળવાયુ પરિવર્તન, વૈશ્વિક સ્વાસ્થ્ય સેવા અને આતંકવાદનો મુકાબલો કરવા પર ભાર આપ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Narendra modi speech, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર