Home /News /world /

‘મોદી સરકારે વિદેશોમાં વસતા સિખોના નામ બ્લેક લિસ્ટમાંથી લગભગ હટાવી દીધા’

‘મોદી સરકારે વિદેશોમાં વસતા સિખોના નામ બ્લેક લિસ્ટમાંથી લગભગ હટાવી દીધા’

    નરેન્દ્ર મોદી સરકારે વિદેશમાં વસતા સિખોએ બ્લેક લિસ્ટને લગભગ ખતમ કરી દીધી છે જેમાં ભારતીય વિઝા મળી શકતા ન્હોતા. અમેરિકાના પ્રવાસે ગયેલા બીજેપીના મહાસચિવ રામ માધવે સિખ સમુદાયના લોકોને આ જાણકારી આપી હતી. બ્લેક લિસ્ટમાં સામેલ અપ્રવાસી ભારતીય સિખો ઉપર 1980 અને 1990ના દસકમાં થયેલા ખાલિસ્તાન આંદોલન સાથે કથિત રીતે જોડાયેલા હોવાના કારણે ભારત આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ યાદી વિવિધ સ્તર ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ભારત માટે વિઝા ન મળવાના કારણે અમેરિકામાં રહેતા સિખોમાં અસંતોષનું એક મહત્વનું કારણ છે.

    વોશિંગ્ટન ડીસીના મેરીલેન્ડના સૌથી જૂના ગુરુદ્વારામાં સિખો સમુયાદને સંબોધતા રામ માધવે કહ્યું હતું કે, અમે ખુબજ અમાનવીય બ્લેક લિસ્ટને લગભગ ખતમ કરી દીધું છે. જે આ સમુદાયને ભારત પ્રવાસ કરવાના તેમના અધિકાર, હરમંદિર સાહેબના પ્રવાસના તેમના અધિકાર, પોતાના સંબંધીઓને મળવાનો તેમનો અધિકારથી દૂર રાખતી હતી.



    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યાદી લગભર પૂરી રીતે હટાવવામાં આવી છે. કેટલાક નામ આ યાદીમાં છે. ટૂંક સમયમાં આ નામ પણ હટાવવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના કેટલાક સિખ ગુરુદ્વારાએ ઘોષણા કરી હતી કે, ભારતીય સરકારના કોઇપણ પ્રતિનિધિને પોતાના સમુદાયને સંબોધિત કરવા નહીં દઇએ. જોકે, મોટી સંખ્યામાં ગુરુદ્વારાએ આ પગલાને નકારી કાઢ્યો હતો.

    રામ માધવને કહ્યું કે, તેમની સરકાર 1984ના સિખ વિરોધી હુલ્લડના નેતૃત્વ કરનારાઓની આગોતરા જામીન અરજી રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો રસ્તો પકડ્યો છે. જેથી તેમને જેલના સળિયા પાછળ નાખવામાં આવે. આ હિંસામાં 3000થી વધારે લોકો માર્યા ગયા હતા. તેમણે ભારતીય અમેરિકી સમુદાયના લોકોને સંબોધ્યા હતા. અને કહ્યું હતું ભાજપ ભારતના બધા 29 રાજ્યોમાં શાસન કરવા ઇચ્છે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Narendra modi government

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन