કેલિફોર્નિયામાં ગિલરોય ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગ, 5 લોકોનાં મોત

News18 Gujarati
Updated: July 29, 2019, 11:19 AM IST
કેલિફોર્નિયામાં ગિલરોય ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગ, 5 લોકોનાં મોત
ઘટનાનો વીડિયો ગ્રેબ

ફાયરિંગનો અવાજ સાંભળી લોકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા

  • Share this:
અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગના અહેવાલ મળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી AFPના અહેવાલ મુજબ, કેલિફોર્નિયામાં વાર્ષિક ગિલરોડ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન ફાયરિંગ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત એક વ્યક્તિએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું. તેમાં અત્યાર સુધી 5 લોકોનાં મોત થયા છે જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. એએફપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ફાયરિંગ સામેની પોલીસ કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું છે.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયરિંગનો અવાજ સાંભળી ફેસ્ટિવલમાં દોડાદોડી થઈ ગઈ. લોકો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા. અત્યાર સુધી એ જાણકારી નથી મળે કે હુમલો કરનારા કેટલા લોકો હતા.

જુઓ ફાયરિંગનો વીડિયો :


ફાયરિંગની આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળને ચારે તરફથી ઘેરી લીધું છે અને તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ત્યાં અનેક રાઉન્ડ ફાયરિંગ સાંભળવામાં આવ્યું અને અનેક લોકોના ઘાયલ થવાની આશંકા છે. લોકોએ જણાવ્યું કે હુમલાખોર રાઇફલની સાથે હતો અને સેનાના યૂનિફોર્મ જેવા કપડા પહેર્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિએ કર્યુ ટ્વિટ

ફૂડ ફેસ્ટિવલમાં થયેલા ફાયરિંગ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ છે. ટ્રમ્પે ઘટના પર દુ:ખ વ્યક્તા કરતાં લખ્યું કે, લો ઇન્ફોર્સમેન્ટ ગિલરોયમાં ઉપસ્થિત છે. સતર્ક રહો અને સાવધાન રહો.આ પણ વાંચો, અહીં 2000 ફુટ ઉંચા પહાડ પર બનશે હોટલ, હવામાં લટકશે સ્વિમિંગ પૂલ
First published: July 29, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading