મુકેશ અંબાણીની સંપત્તિમાં બે દિવસમાં 94 અબજનો વધારો

 • Share this:
  દેશની સૌથી વધુ અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ધીમે ધીમે વિશ્વની સૌથી ધનવાન લોકોની યાદીમાં પણ ઉપર જઈ રહ્યા છે. ગુરુવારે મુકેશ અંબાણીએ વિશ્વની સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં 15મું સ્થાન મેળવ્યું છે.

  બ્લુમબર્ગ બિલિયનર ઇન્ડેક્સમાં તેમણે વોલમાર્ટના જિમ વોલ્ટન અને રોબ વૉલ્ટનને પાછળ પાડી દીધા છે. મુકેશ અંબાણી હવે અલીબાબાના સ્થાપક જેક માની ખૂબ નજીક પહોંચી ગયા છે.

  ઇન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 41.9 અબજ ડોલર છે. તેમના મુકાબલે 14મા નંબર પર બિરાજમાન જૅક માની સંપત્તિ ગુરુવારે 45.8 અબજ ડોલર હતી.

  ઇન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણી પાસે જેટલી સંપત્તિ છે એમાંથી તેઓ 56.6 કરોડ બેરલ કાચા તેલની ખરીદી કરી શકે છે. તેમની પાસે જેટલી સંપત્તિ છે એમાંથી તેઓ લગભગ એક અબજ ગ્રામ સોનાની ખરીદી કરી શકે છે.

  બ્લુમબર્ગ ઇન્ડેક્સ પ્રમાણે, 19 જૂને મુકેશ અંબાણીની સંપત્તિ 40.5 અબજ ડોલર હતી. આ સમય દરમિયાન રિલાયન્સ ગ્રુપના શેરોમાં આવેલી તેજીને કારણે તેમની સંપત્તિમાં 1.4 અબજ ડોલરનો વધારો થયો હતો. આ રીતે 21 જૂને તેમની કુલ સંપત્તિ 41.9 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. માત્ર બે દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ 94 અબજ રૂપિયાનો વધારો થયો હતો.
  Published by:Sanjay Joshi
  First published: