લંડન: ઇંગ્લેન્ડનાં વેપાર મંત્રી એન્ડ્રુ ગ્રિફિથે બે મહિલાઓને આશરે 2000થી વધુ સેક્સ મેસેજ મોકલ્યા જે મામલો જાહેર થતાં તેને રાજીનામું આપી દેવું પડ્યું છે. મંત્રી મહિલાઓ પાસે અશ્લીલ ફોટા અને વીડિયોની માંગણી કરતો હતો. લંડન મિરરમાં આવેલી રિપોર્ટ પ્રમાણે, આ મામલે મંત્રી એન્ડ્રુ ગ્રિફિથનું કહેવું છે કે, 'મને મારા વર્તન પર ખુબજ શરમ અનુભવાઇ રહી છે. તેનાંથી મારી પત્ની અને પરિવાર ખુબજ તણાવમાં છે.'
અહેવાલ મુજબ, મેસેજિસમાં મંત્રી પોતાને ડેડી કહેતો હતો. તેણે બારમાં કામ કરનારી વેટ્રેસ ઇમોગન ત્રેહાર અને તેની મહિલા સાથેને 63 હજાર રૂપિયા આપ્યા હતાં. 47 વર્ષિય મંત્રીએ સ્વીકાર્યુ છે કે, તેમણે પ્રધાનમંત્રી અને સરકારને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકી દીધા છે. તેમણે મહિલાઓ માટે ઘર આપવાની રજુઆત પણ કરી હતી. જ્યાં મંત્રી તેમને મળવા જઇ શકે.
આ પહેલાં મંત્રી એન્ડ્રુએ મહિલાઓ માટે એક કેમ્પેન ચલાવ્યું હતું જેનો ઇરાદો હતો કે સંસદમાં વધુમાં વધુ મહિલાઓ ચુંટાઇને આવે. તેમણે કંપનીઓને બોર્ડમાં ઓછી મહિલાઓ લેવા અંગે તેમની આલોચના પણ કરી હતી.
સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે કનેક્ટ થયા બાદ આશરે 3 અઠવાડિયા સુધી તે દરરોજ મેસેજ મોકલતો હતો. તેણે મહિલાઓને ઘણી ઓફર પણ આપી હતી જેથી તે બંને તેને તેમની સેક્સી તસવીરો મોકલે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર