મા. એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ' બન્યો જીવલેણ, અત્યાર સુધી 10 પર્વતારોહીનાં મોત

News18 Gujarati
Updated: May 26, 2019, 10:53 AM IST
મા. એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ' બન્યો જીવલેણ, અત્યાર સુધી 10 પર્વતારોહીનાં મોત
આયોજકો મુજબ, આયરલેન્ડ અને બ્રિટનના એક-એક પર્વતારોહીના પણ મોત થયા છે.

છેલ્લા એક સપ્તાહમાં એવરેસ્ટ પર ભારતન ચાર અને અમેરિકા, ઓસ્ટ્રિયા અને નેપાળના એક-એક પર્વતારોહીના મોત થઈ ચૂક્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા એક સપ્તાહમાં દુનિયાના સૌથી ઊંચા શિખરને સર કરવાના પ્રયાસમાં 10 પર્વતારોહકોના મોત થયાં છે. પર્વતારોહોણ અભિયાનના આયોજકો મુજબ આયરલેન્ડ અને બ્રિટનના એક-એક પર્વતારોહીનું મોત થયું છે.

બ્રિટિશ પર્વતારોહલી રોબિન ફિશર (44) શનિવાર સવારે શિખર પર પહોંચ્યા, પરંતુ ઢાળથી માત્ર 150 મીટર નીચે ઉતરતાં પડી ગયા. એવરેસ્ટ પરિવાર એક્સપેડિશનના મુરારી શર્માએ કહ્યું કે, અમારા ગાઇડે મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું (ફિશર) થોડીક વારમાં જ મોત થઈ ગયું.

આ પણ વાંચો, માઉન્ટ એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ'ની તસવીર વાયરલ, પર્વતારોહકો માટે જોખમ

પહાડના ઉત્તર તિબેટ તરફ, 56 વર્ષીય આયરિશ નાગરિકનું શુક્રવાર સવારે અવસાન થયું. તેના અભિયાનના આયોજકોએ પોતાના ફેસબુક પેજ પર એક નિવેદનમાં તેની પુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે, એવરેસ્ટ પર ભારતના ચાર અને અમેરિકા, ઓસ્ટ્રીયા અને નેપાળન એક-એક પર્વતારોહીના મોત છેલ્લા એક સપ્તાહમાં થઈ ચૂક્યા છે. આ ઉપરાંત વધુ એક આયરિશ પર્વતારોહીનું મોત થયું છે.

કેમ થઈ રહ્યો છે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ?

છેલ્લા કેટલાક વર્ષોમાં શિખર પર પહોંચનારાઓની સંખ્યમાં ઘણો વધારો નોંધાયો છે. દુનિયાના દરેક ખૂણેથી પર્વતારોહી અહીં પહોંચે છે, પરંતુ ચઢાણ હવામાન પર આધારિત છે. અનેકવાર ખરાબ હવામાનના કારણે લોકોને નીચે રાહ જોવી પડે છે. જ્યારે શિખર પર પહોંચ્યા બાદ પણ લોકોને રાહ જોવી પડે છે. જાણકારો મુજબ, એક સપ્તાહ સુધી ચોખ્ખું વાતાવરણ થાય છે તો ભીડ નથી થતી, પરંતુ જ્યારે આ સમય બે કે ત્રણ દિવસનો થાય છે તો ભીડ વધી જાય છે.શું છે મોત પાછળનું કારણ?

અનેકવાર પર્વત પર ચઢાણ કરવાની લાઇનમાં 200થી 300 લોકો પણ ઊભા હોય છે. ખતરનાક ઠંડી અને ઉંચાઈના કારણે અનેક લોકો બીમાર પણ પડી જાય છે. 21 વર્ષની ભારતીય પર્વતારોહી અનુજા વૈદ્યાએ જણાવ્યું કે તેમની ટીમને એક કલાકથી વધુ રાહ જોવી પડી. તેઓએ કહ્યું કે, બધું ડરામણું લાગી રહ્યું હતું. ઘણી ઠંડી હતી અને પવનો ફુંકાઈ રહ્યા હતા. અમારે લાઇનમાં એક કલાક રાહ જોવી પડી.
First published: May 26, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading