માઉન્ટ આબુમાં માઈનસ 4 ડિગ્રી તાપમાન, સર્વત્ર બરફની ચાદર

  • Share this:
ઉત્તર ભારતમાં જોરદાર કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ નવા વર્ષથી તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓનું મનપસંદ અને રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન માયનસ 0.4 ડિગ્રી થઇ જતા પ્રવાસીઓ ઠંડીની મજા માણી રહ્યાં છે.

આબુમાં સર્વત્ર બરફની ચાદર છવાઇ ગઇ હતી તેમજ પોલો ગ્રાઉન્ડ, નખી તળાવમાં ઉભેલી બોટ અને વાહનો પર પણ બરફના થર જામી ગયા હતા. રાજસ્થાનમાં આવેલા મુખ્ય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડતા
સ્થાનિક રહીશો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. આવો માહોલ માણનારા લોકો દર વર્ષે આ જ તાપમાનમાં અહીં આવતા હોય છે.

માઉન્ટ આબુમાં દર વર્ષે આટલા તાપમાનમાં શાળાઓમાં વેકેશન પડી જાય છે. તીવ્ર ઠંડીના કારણે જન જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગત 31 ડીસેમ્બરના માઉન્ટ આબુનુ તાપમાન 3 ડીગ્રી હતુ. માઉન્ટઆબુનુ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર એવા નખી તળાવમાં ઉભેલી બોટોમાં પણ બરફ છવાઈ ગયો હતો. જયારે પોલો ગ્રાઉન્ડ પર ઘાસ બરફના પડોથી સફેદ બની ગઈ હતી. જેના કારણે લોકોએ તાપણા કરીને ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું.
First published: