પ્રેમી સાથે સંબંધ બાંધવા માટે માતાએ કરી ત્રણ વર્ષની પુત્રીની હત્યા, સીસીટીવીએ ફોડ્યો ભાંડો

આરોપી માતા, મૃતક પુત્રી અને સીસીટીવીની તસવીર

Britain news: માતાએ પોલીસથી બચવા માટે આખું પ્લાનિક કરી લીધું હતું. પરંતુ સીસીટીવી ફૂટેજમાં આખી ઘટનાની પોલ ખુલી હતી. કોર્ટે માતાને 15 વર્ષ અને તેના પ્રેમીને 14 વર્ષની સજા સંભળાવી હતી.

 • Share this:
  બ્રિટનઃ માતા (Mother) ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે એક માતા પણ ક્રૂર બની શકે છે એવી ઘટના બ્રિટનમાં (Britain news) સામે આવી છે. અહીં કોર્ટે એક માતાને પોતાની જ પુત્રીની  હત્યાની દોષી ગણાવી હતી. 23 વર્ષીય માતા નિકોલાએ એક વર્ષ પહેલા 9 ઓગસ્ટે પોતાના પ્રેમી સાથે મળીને પુત્રીની હત્યા (Mother killed 3 year old daughter) કરી હતી. પરંતુ ચોંકાવનારી બાબત હત્યાનું કારણ છે. એક વર્ષ બાદ આખા કેસમાં ખુલાસો જ્યારે થયો ત્યારે જજ પણ હેરાન થયા હતા.

  મળતી માહિતી પ્રમાણે 9 ઓગસ્ટ 2020માં કાયલી જાયદે પ્રીસ્ટ નામની 3 વર્ષની બાળખી ઘરમાં મૃત મળી હતી. બાળકીની છાતી અને પેટ ઉપર ઈજાના નિશાન મળી આવ્યા હતા. ખુદ બાળકીની માતાએ 999 ઉપર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. જ્યારે અધિકારીઓએ ઘટનાની તપાસ કરીતો ચોંકી ગઈ હતી. મહિલાએ પોતાની પુત્રીની હત્યા એટલા માટે કરી હતી કારણ કે પોતાના પ્રેમી સાથે સંબંધ બનાવવા માંગતી હતી. પરંતુ પુત્રી અડચણ રૂપ હતી.

  માતાએ પોલીસથી બચવા માટે આખું પ્લાનિક કરી લીધું હતું. પરંતુ CCTV  ફૂટેજમાં આખી ઘટનાની પોલ ખુલી હતી. પોલીસની તપાસમાં આ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, હત્યાના થોડા પહેલા માતા પોતાની પુત્રીને લઈને કંઈ જઈ રહી છે. જ્યારે પોલીસે માતાને કડકાઈથી પૂછ્યું તો સમગ્ર મામલા ઉપરથી પડદો ઉઠ્યો હતો.

  આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

  આ પણ વાંચોઃ-સાવધાન! સુરતના પોશ વિસ્તારમાં કામ પહેલા જ દિવસે બે નોકરાણીઓ 20 લાખનો કર્યો હાથફેરો, સીતા-તારા ઝડપાઈ

  પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતા અને તેનો પ્રેમી બાળકીને ખુબ જ માર માર્યો હતો. ત્યારબાદ બાળકીએ દમ તોડ્યો હતો. કોર્ટમાં જસ્ટીસ ફોક્સટન ક્યૂસીએ કહ્યું કે 8 ઓગસ્ટ સાંજે તમે રેડફર્ન પ્રીસ્ટના ફ્લેટમાં ગયા. બંનેને સંબંધ બનાવ્યો અને ત્યારબાદ શું થયું તેના કોઈ સંબંધ મળ્યા નહીં.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મહિલા આજીજી કરતી રહી અને પૂર્વ પતિએ પત્ની ઉપર ચપ્પાના અસંખ્ય વાર કરી પતાવી દીધી

  આ પણ વાંચોઃ-"હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો", દહેજ માટે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

  કોર્ટમાં એ સીસીટીવી ફૂટેજ પણ બતાવવામાં આવ્યા હતા. જેમાં 9 ઓગસ્ટે આરોપી માતા લિફ્ટમાં દેખાઈ રહી છે. કોર્ટમાં માતા અને તેના પ્રેમી બાળકીના મોત માટે એક-બીજાને જવાબદાર ગણાવતા હતા. કોર્ટે માતાને 15 વર્ષ અને તેના પ્રેમીને 14 વર્ષની સજા સંભળાવી હતી.

  ઉલ્લેખનીય છે કે અત્યારના સમયમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ બનતા રહે છે. લગ્નેત્તર સંબંધો સામાન્ય બની ગયા છે. પરંતુ આવા સંબંધોનો કરુણ અંત આવે છે. પ્રેમી અને પ્રેમિકા પોતાના પ્રેમમાં આડે આવતા પતિ કે પત્ની અથવા બાળકોની હત્યા કરવા માટે જરા પણ ચૂકતા નથી.
  Published by:ankit patel
  First published: