અમેરિકાનું નાગરિત્વ મેળવનારને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે, આ માટે કે અમેરિકન સરકારને અરજી કરવાની હોય છે, આશ્ચર્યની વાત તો એ છે કે દુનિયાભરમાંથી અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા અરજી કરનારાઓમાં ત્રીજાભાગના ભારતીયો છે. અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સર્વિસિસે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આ રોચક માહિતી પ્રકાસમાં આવી છે.
3 લાખથી વધુ ભારતીયોએ કરી એપ્લિકેશન
USCIS દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મે 2018 સુધી રોજગારી આધારિત પ્રાથમિકતા ક્રમ પ્રમાણે 395,025 વિદેશી નાગરિક ગ્રીન કાર્ડ મેળવવા વેઇટિંગમાં હતા, જેમાંથી 306,601 ભારતીય હતા, ભારત બાદ બીજા નંબર પર ચીનના નાગરિકો છે, અત્યારે 67,031 ચીની નાગરિક ગ્રીન કાર્ડ મેળવવાના વેઇટિંગમાં છે, જો કે આ સિવાય અન્ય દેશોની અરજીદાતાઓની સંખ્યા 10 હજારથી વધુ નથી. અન્ય દેશોમાં અલ સલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ફિલિપાઇન્સ, મેક્સિકો અને વિયેતનામનો સમાવેશ થાય છે.
શું છે હાલનો કાયદો ?
હાલના અમેરિકાના ગ્રીન કાર્ડના કાયદા પ્રમાણે એક નાણાકિય વર્ષમાં કોઇ પણ દેશના 7 ટકાથી વધુ નાગરિકોને ગ્રીન કાર્ડ આપી શકાય નહીં, આ માટે ભારતીયોને અમેરિકાનું નાગરિત્વ મેળવવા માટે ખૂબ જ રાહ જોવી પડે છે. અમેરિકામાં સ્થાઇ થવા માટે 7 ટકા કોટાની સૌથી ખરાબ અસર ભારતીય-અમેરિકન્સ પર પડે છે, જેમાંથી મોટાભાગના ભારતીય હાઇ સ્કિલ ડિગ્રી મેળવનાર છે, તેઓ મુખ્યત્વે H-1B વર્ક વિઝા પર અમેરિકા આવે છે, કોટાને કારણે ભારતના સ્કિલ્ડ પ્રવાસી કર્મચારી માટે ગ્રીન કાર્ડની રાહ જોવાનો સમય 70 વર્ષ સુધી થઇ શકે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર