અફઘાનિસ્તાનમાં ડેમ તૂટવાથી આખું ગામ તણાયું, જાપાનમાં ભયાનક પૂરથી 200નાં મોત

News18 Gujarati
Updated: July 12, 2018, 6:37 PM IST
અફઘાનિસ્તાનમાં ડેમ તૂટવાથી આખું ગામ તણાયું, જાપાનમાં ભયાનક પૂરથી 200નાં મોત
News18 Gujarati
Updated: July 12, 2018, 6:37 PM IST
પશ્ચિમ જાપાનમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 200 લોકોનાં મોત થયા છે જ્યારે 80 ગૂમ થયા છે. 10 હજારથી વધુ લોકો હજુ પણ રાહત શિબિરોમાં રહે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર, પૂર બાદ 2 લાખથી વધુ ઘરોમાં વીજળી અને પાણીની સમસ્યા સર્જાય છે. આ સિવાય અફઘાનિસ્તાનના પંચશિર પ્રાંતમાં પહાડ પર બનેલા કુદરતી ડેમનો એક હિસ્સો તૂટી જતાં, આખુ ગામ તણાઇ ગયું છે. તેમાં 10 લોકોનાં મોત થયા છે અને 400 ઘરો નષ્ટ થઇ ગયા છે.

જાપાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર, જાપાનમાં આવેલા પૂરના હ્યોગો, ઓકાયામા, ક્યોટો, જિફૂ, ફુકુઓકા, નાગાસાકી, સાગા, કોચી, યામાગુચી, હિરોશિમા અને ટોટ્ટોરી પ્રાંતના 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.હિરોશિમા, ઓકાયામા અને સાગાને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં અંદાજિત 50 હજારથી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. બચાવ અભિયાનમાં 83 હેલિકોપ્ટર અને 70 હજારથી વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમ કાટમાળમાં દબાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. જાપાનમાં 36 વર્ષ બાદ આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઇ છે. આ પહેલાં 1982માં આ પ્રકારે પૂર આવ્યું હતું.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...