સૌથી ખતરનાક ગાંજો મારિજુઆનાનો આઉટલેટ ખોલશે બોક્સર માઇક ટાઇસન

Margi | News18 Gujarati
Updated: January 5, 2018, 12:28 PM IST
સૌથી ખતરનાક ગાંજો મારિજુઆનાનો આઉટલેટ ખોલશે બોક્સર માઇક ટાઇસન
રણની બિનઉપયોગી સુકીભઠ્ઠ જમીન પર ટાયસન આ આઉટલેટ ખોલીને તેને ઉપયોગી બનાવવા માંગે છે

રણની બિનઉપયોગી સુકીભઠ્ઠ જમીન પર ટાયસન આ આઉટલેટ ખોલીને તેને ઉપયોગી બનાવવા માંગે છે

  • Share this:
કેલિફોર્નિયા: પ્રખાયત બોક્સર માઇક ટાઇસ તેનાં પાર્ટનર સાથે મળીને કેલિફોર્નિયા સિટીમાં મારિજુઆનાનાં આઉલેટ ખોલવાનો પ્લાન છે. આ માટે તેણે કેલિપોર્નિયાનાં મોજાવે ડેઝર્ટ ટાઉનમાં જગ્યા પસંદ કરી છે. અહીની સ્થાનિક વેબસાઇટ ધ બ્લાસ્ટ.કોમની માનીયે તો ટાયસન અને તેનાં પાર્ટનર્સે મળીને 20 ડિસેમ્બરનાં રોજ એક પ્લોટ બૂક કરીને અહીં કેનેબી રિસોર્ટ બનાવ્યો છે.

વેબસાઇટની માનીયે તો, રણની બિનઉપયોગી સુકીભઠ્ઠ જમીન પર ટાયસન આ આઉટલેટ ખોલીને તેને ઉપયોગી બનાવવા માંગે છે. આ જમિન 40 એકરમાં ફેલાયેલી છે. ટાયસનનાં આ પગલાં બદલ કેલિફોર્નિયાનાં મેયર જેનિફર વૂડે તેનો આભાર માન્યો છે. આ સાથે જ તેમણે કહ્યું કે મારીજુઆનાનો દવાની રીતે ઉપયોગ થશે અને તેને લોકો સુધી પહોચાડવામાં આવશે. આ નવાં આઉટલેટથી રેવન્યુ, નવી નોકરી અને આજુબાજુનાં રહેણાકને ઇન્કમ પણ વધશે.

કેલિફોર્નિયા સિટીની આસપાસ આવેલું મોજાવે ડેઝર્ટ લોસએન્જેલસથી ઉત્તર દિશમાં 177 કિમીનાં અંતરે આવેલું છે. દુનિયા માટે ખતરો ગણાતા સૌથી ખતરનાક ગાંજામાનાં એક મારીજુઆનાનાં આઉટલેટ અંગે ત્યાનાં મેયર દ્વારા પણ સમત્તિની મોહર લગાવવામાં આવી છે.
First published: January 5, 2018, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading