ન્યૂઝ18 ગુજરાતી: ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ એટોર્ની માઇકલ કોહેનને ચૂંટણી અભિયાન દરમિયાન ડોનેશનનો દુરુપયોગ કરવા સહિત અનેક અપરાધોમાં બુધવારે ત્રણ વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી. કોહેન પર તે બે મહિલાઓનો મામલો રફે દફે કરવા માટે પૈસા આપવાનો પણ આરોપ છે, જેણે અમેરિકન રાષ્ટ્રપતિના સંબંધ હતા. સજામાં ઘટાડાની માંગ કરતાં કોહેને કોર્ટમાં કહ્યું કે, તેમના (ટ્રમ્પના) ગંદા કામો પર પડદો નાખવો મારી જવાબદારી હતી.
કોર્ટમાં કોહેને કહ્યું કે, પોતાના અંગત વર્તનો અને અમેરિકાના રાષ્ટ્રપતિથી જોડાયેલા વર્તનોના સંબંધમાં મેં જે કંઈ મારા અપરાધ કબૂલ્યા છે, હું તે બધાની જવાબદારી લઉં છું. કોહેન (52)ને ન્યૂયોર્કના સાઉધર્ન ડિસ્ટ્રિકની કોર્ટે 36 મહિના કેદની સજા સંભળાવી છે.
અમેરિકન ડિસ્ટ્રિક જજ વિલિયમ પૌલે કોહનને વિશેષ વકીલ રોબર્ટ મ્યૂલરના આરોપના સંદર્ભમાં પણ બે મહિના વધારાની સજા સંભળાવી. મ્યૂલર 2016ની ચૂંટણીમાં રશિયાની દખલની તપાસ કરી રહ્યા છે. કોહનને 6 માર્ચ સુધી આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર