ન્યૂઝ18 ગુજરાતી : ભારતના (India) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે હ્યૂસ્ટનના (Houston) એનઆરજી સ્ટેડિયમ (NRG Stadium) ખાતે હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ભારતમાં બીજી વખત સત્તા ઉપર આવ્યા બાદ આ પહેલો અવસર છે જ્યારે મોદી અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધિત કરવના છે. ત્યારે આજે તેઓ હ્યુસ્ટનમાં વસતા ભારતીય દાઉદી વ્હોરા કોમનાં લોકોને મળ્યાં હતાં. જ્યાં તેમણે વડાપ્રધાન મોદીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
વ્હોરા સમુદાયે પીએમને ઓઢાવી શાલ
પીએમ મોદીએ વ્હોરા સમાજ સાથે ગુજરાતીમાં જ વાત કરી. તેઓ એકબીજા સાથે ઘણી જ પ્રસંન્નતાથી વાત કરી રહ્યાં હતાં. વ્હોરા સમાજે તેમનો આભાર પણ માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે તમે અહીં આવ્યાં અને અમને મળવાની તક મળી તે માટે અમે આભારી છીએ. અમને ગર્વ છે. જે બાદ તેમની વચ્ચે થોડી ગુજરાતીમાં વાતો થઇ. વ્હોરા સમાજે પીએમને સફેદ શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું.
#WATCH United States: Members of Bohra community meet and interact with Prime Minister Narendra Modi, in Houston. They also felicitated the Prime Minister. pic.twitter.com/KjKrgcSnRx
વિદેશ પ્રવાસમાં અનેકવાર વ્હોરા સમાજને મળ્યાં છે પીએમ
નોંધનીય છે કે તેઓ વિદેશ પ્રવાસમાં અનેકવાર વ્હોરા સમાજનાં લોકોને મળતા હોય છે. ગત ઓગસ્ટમાં જ ફ્રાન્સનાં રાજકીય પ્રવાસે પેરિસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં પણ પેરિસ એરપોર્ટ પર ગુજરાતી વ્હોરા સમાજના પ્રતિનિધિઓએ વડાપ્રધાનનું તિરંગા સાથે સ્વાગત કર્યુ હતું. ફ્રાન્સમાં જે પ્રકારે પીએમ મોદીનું વ્હોરા સમાજથી પ્રેમ મળી રહ્યો છે તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું. પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.
પાકિસ્તાની મંત્રીની ટ્વિટ
પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતના વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટર પર મૂકવામાં આવેલા વીડિયો પર જવાબ આપતાં લખ્યું કે, કેટલા પૈસા ખર્ચ કર્યા આ ડ્રામા માટે? પાકિસ્તાનના મંત્રીના ટ્વિટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યૂઝર્સે કહ્યું છે કે ફવાદ ચૌધરી...હરકતો પણ નામ જેવી જ છે...ટામેટા અને રોટલીમાં વેચાનારા પૈસા પૂછી રહ્યા છે.