પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીના પ્રત્યર્પણ અંગે ભારત તરફથી એન્ટિગુઆ સરકારને ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું હતું. જ્યારે એન્ટીગુઆ તંત્રએ ચોંકાવનારો દાવો કર્યો છે કે ચોક્સીને એન્ટિગુઆની નાગરિકતા ભારતે આપેલા રિપોર્ટના આધારે આપવામાં આવી છે. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે માલાબાર હિલ્સ પોલીસ સ્ટેશને ક્લીન ચીટ આપી છે.
નોંધનીય છે કે 13000 કરોડના પીએનબી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા મેહુલ ચોકસી અને નીરવ મોદી પર હુમલો નોંધાયાના થોડા દિવસ પહેલા જ ચોકસી ભારત છોડીને દુબઇ જતો રહ્યો હતો. ચોક્સીએ ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયમાં પોલીસ પાસે ક્લીન ચીટ માટે 23 ફેબ્રુઆરી 2017ના રોજ અરજી કરી હતી. જેમાં 15 દિવસની અંદર જ આજતકના રિપોર્ટ પ્રમાણે 10 માર્ચ 2017ના રોજ માલાબાર હિલ્સ પોલીસ સ્ટેશને ક્લીન ચીટ આપી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ રિપોર્ટના આધારે મેહુલ ચોકસીએ એન્ટિગુઆની નાગરિકતા મેળવી છે.
આ ચોંકાવનારી વાત છે કે મેહુલ ચોકસી જેની પર 2017માં ઘણાં મામલા નોંધાયેલા છે તેને ક્લીન ચીટ કઈ રીતે મળી. મુંબઇ પોલીસે રિપોર્ટ આપતા પહેલા આ કોઇ વાત ચકાસવી જરૂરી ન સમજી. પોલીસ પ્રમાણે મેહુલ ચોકસીને ક્લિન ચીટ એટલા માટે મળી કે કારણ કે તેની ધરપકડના કોઇ પ્રમાણ ન હતા.
જોકે મુંબઇ પોલીસે ચોકસીની ક્લીન ચીટ જાહેર થવાના મામલામાં તપાસના આદેશ આપ્યાં છે. પરંતુ એ સ્પષ્ટ નથી થઇ રહ્યું કે મેહુલ ચોકસીને ક્લિયરન્સ કોના પ્રભાવમાં આપવામાં આવ્યું કે પછી આ જુની વ્યવસ્થામાં કોઇ ખામીના કારણે મળી છે.
મુંબઇ પોલીસે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયે ચોકસીને 2015માં 'પોલીસ સત્યાપન જરૂરી નથી'નો દરજજો આપ્યો હતો અને જે પછી પીએનબી કૌભાંડમાં હવે મુખ્ય આરોપી ચોક્સીએ તત્કાળ શ્રેણીમાં પાસપોર્ટ મેળવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર