Home /News /world /

પોતાના બ્રાન્ડિંગ માટે માસી કમલા હેરિસના નામનો ઉપયોગ ન કરવા મીના હેરિસને ચેતવણી

પોતાના બ્રાન્ડિંગ માટે માસી કમલા હેરિસના નામનો ઉપયોગ ન કરવા મીના હેરિસને ચેતવણી

મીના અને કમલાની તસવીર

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણીના વર્તનથી રાષ્ટ્રપતિ કાર્યાલય નારાજ છે. સોશિયલ મીડિયા પર મીના હેરિસની સક્રિયતાથી અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય ખુશ નથી.

  અમેરિકામાં તાજેતરમાં જ નિમાયેલ ઉપરાષ્ટ્રપતિ ઈન્ડો-અમેરિકન કમલા હેરિસ (Kamala Harris)ની બહેનની છોકરી આજકાલ ચર્ચામાં છે. જોકે આ વધતી જતી લોકપ્રિયતાને ધ્યાને લઈને વ્હાઈટ હાઉસમાંથી (White House) જ વિરોધના સૂર ઉઠ્યાં છે.

  કમલાની બહેન માયની દીકરી મીના હેરિસે તાજેતરમાં જ ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે ટ્વીટ કર્યુ હતું કે ભારતનું લોકતંત્ર ખતરામાં છે. જોકે, આ બાબતે વિરોધ નથી થઈ રહ્યો. વ્હાઈટ હાઉસના વકીલે એક ખાનગી ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે મીના હેરિસની સોશિયલ મીડિયા એક્ટિવિટી વ્યાજબી નથી.

  અમેરિકન અખબાર લોસ એંજેલિસ ટાઈમ્સના અહેવાલ મુજબ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણીના વર્તનથી રાષ્ટ્રપતિ કાર્યાલય નારાજ છે. સોશિયલ મીડિયા પર મીના હેરિસની સક્રિયતાથી અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય ખુશ નથી.

  આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

  મીના એક વકીલ હતી અને હાલમાં જ તેમણે કારોબાર શરૂ કર્યા છે. મીનાએ કપડા, ડિઝાઈનર હેડફોન્સ અને છોકરાઓના પાઠયપુસ્તકોના કારોબારમાં ઝંપલાવ્યું છે. આ બિઝનેસને ઝડપથી આગળ વધારવા, સફળ બનાવવા મીના સોશિયલ મીડિયામાં અચાનક સક્રિય થઈ છે અને કમલા હેરિસ કનેકશનના ફાયદો ઉઠાવીને બ્રાન્ડિંગ કરી રહ્યાં છે. મીના એક લેખક પણ છે.

  આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  મીના હેરિસે હાલમાં જ પહેરેલાં એક સ્વેટશર્ટમાં વાઈસ પ્રેસિડન્ટ આંટી એમ લખેલું હતુ. શપથગ્રહણ પૂર્વે જ આપવામાં આવેલ ચેતવણી છતા મીના હેરિસે શપથગ્રહણમાં પ્રાઇવેટ જેટનો ઉપયોગ કર્યો હતો. જોકે તેનો ખર્ચો એક કેમ્પેન ડોનરે ઉપાઠ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રકારના વ્યક્તિગત પ્રચારથી રાષ્ટ્રપતિ કાર્યાલય નાખુશ છે. વ્હાઇટ હાઉસના વકીલે અખબારને જણાવ્યું કે,જે થયું તેને બદલી ન શકાય પરંતુ આ પ્રકારના વ્યવહારને બદલવાની જરૂર છે.  મીનાએ કરી સ્પષ્ટતા :
  અખબારના અહેવાલ બાદ લોસ એન્જલસ ટાઇમ્સને આપેલા નિવેદનમાં હેરિસે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, 'કેમ્પઈનની શરૂઆત બાદ મેં તમામ કાનૂની અને નૈતિક ધોરણો જાળવવાનો આગ્રહ રાખ્યો છે અને બિડેન / હેરિસના વ્હાઇટ હાઉસના નૈતિક નિયમોનું હું કડકાઈથી પાલન કરીશ.
  Published by:ankit patel
  First published:

  Tags: Kamala Harris

  આગામી સમાચાર