અમેરિકાના ફ્લોરિડામાં એક અજાણ્યા વ્યક્તિએ શનિવારે યોગા સ્ટૂડિયો પર ગોળીબારી કરી હતી. આ હુમલામાં બે લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી પ્રમાણે ફ્લોરિડાના કેપિટલ સિટીમાં આવેલ એક યોગા સ્ટૂડિયોમાં ગોળીબારી પછી હુમલાખોરે પોતાને ગોળી મારી દીધી હતી. જેમાં તેનું મોત થયું છે.
ટેલાહેસી સિટીના પ્રવક્તા એલિસન ફેરિસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે હુમલાખોરનું મોત થયું છે. હુમલામાં ચાર ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસના મતે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસ હુમલાખોરની ઓળખમાં લાગી ગઈ છે.
ટેલાહેસી પોલીસ ચીફ ડી-લીઓનું કહેવું છે કે, શહેરના લોકો ખૂબ ડરેલા છે. લોકોને ઘરમાંથી બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. શહેરના કમિશનર સ્કોટ મેડોક્સે ઘટના સામે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમણે આ પહેલાં પણ ઘણી ખરાબ ઘટનાઓ જોઈએ પરંતુ આ પહેલાં આટલું ખરાબ વાતાવરણ તેમણે ક્યારેય નથી જોયું.
આ પણ વાંચો - Video: ડ્રાઇવર અને મહિલા વચ્ચેની મારપીટમાં બસ નદીમાં પડી, 13 લોકોના મોતPublished by:Ashish Goyal
First published:November 03, 2018, 11:01 am