US: રિતિક રોશનની ફેન હોવાને કારણે ભારતીય મૂળનાં પતિએ કર્યુ પત્નીનું મર્ડર

US: રિતિક રોશનની ફેન હોવાને કારણે ભારતીય મૂળનાં પતિએ કર્યુ પત્નીનું મર્ડર
ન્યૂયોર્ક ડેઇલી મુજબ લગ્ન બાદ પણ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થઇ રહ્યાં હતાં. અમેરિકન પોલીસે ઘટનાની તપાસ કરવાનાં આદેશ આપ્યા છે. અમેરિકન પોલીસ (US Police) હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે.

ન્યૂયોર્ક ડેઇલી મુજબ લગ્ન બાદ પણ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થઇ રહ્યાં હતાં. અમેરિકન પોલીસે ઘટનાની તપાસ કરવાનાં આદેશ આપ્યા છે. અમેરિકન પોલીસ (US Police) હાલમાં ઘટનાની તપાસ કરી રહી છે.

 • Share this:
  ન્યૂયોર્ક: અમેરિકા (America)થી એક ખુબજ આશ્ચર્યજનક ઘટના આવી છે. ભારતીય મૂળનાં વ્યક્તિએ તેની પત્નીની એટલે હત્યા કરી દીધી કે તે ફિલ્મ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan)ની ગાંડી ફેન હતી. હત્યા બાદ પતિએ પોતે પણ ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અમેરિકાનાં ક્વિન્સ શહેરની છે.

  રિપોર્ટ મુજબ, 33 વર્ષનાં દિનેશ્વર બુદ્ધિદત્તે તેની 27 વર્ષની પત્ની ડોને દોજેયની ચાકૂનાં ઘા મારી હત્યા કરી દીધી છે. અને બાદમાં પોતે એક ઝાડ પર ફાંસો બાંધીને આત્મ હત્યા કરી લીધી. પત્ની બારટેન્ડરનું કામ કરતી હતી. હાલમાં અમેરિકન પોલીસ આ આખી ઘટનાની તપાસ કરી રહી છે.  આ પણ વાંચો- કાનમાં થયો ભયંકર દુખાવો, ચેકઅપ બાદ ડૉક્ટરે કાઢ્યા 11 વંદા

  રિતિક રોશનની હતી ફેન
  દોજેયની એક મિત્ર માલા રામધાનીએ જણાવ્યું કે, તે રિતિક રોશનની ખુબ મોટી ફેન હતી. જ્યારે પણ રિતિકની ફિલ્મ કે ગીતો જોતી તો તેનાં પતિ સાથે તેનો ખુબજ મોટો ઝઘડો થતો. તેણે જણાવ્યું કે, 'તે મને જણાવતી હતી કે, જ્યારે પણ તે ઘરે રિતિકનાં ગીતો સાંભળતી તો તેનાં પતિને ખુબજ ગુસ્સો આવતો અને તે તુંરત જ તે બંધ કરવા કહેતો.' રામધાનીનું કહેવું છે કે, દોજેય રિતિકની દરેક ફિલ્મ જોવા ઇચ્છતી.

  આ પણ વાંચો- ઓપરેશન કરી બાળકને ગર્ભમાંથી બહાર કાઢ્યું, ફરી પરત ગર્ભમાં મુકી દીધું

  મર્ડર કરતાં દરવાજો લૉક કર્યો
  રિપોર્ટ અનુસાર, દોજેય તેનાં પતિથી અલગ રહેવાં લાગી હતી. બાદમાં જ્યારે તેને રિતિકની મૂવી કે ગીતો ન જોવાની વાત માની લીધી તો તે પતિ-પત્ની ફરી એક સાથે રહેવા લાગ્યા હતાં. જોકે બાદમાં એક સાંજે દિનેશ્વરે તેની પત્નીની બહેનને મેસેજ કર્યો કે, તેણે તેની પત્નીની હત્યા કરી દીધી છે. સાથે જ જણાવ્યું કે, ઘરની ચાવી તેણે કુંડાની નીચે છુપાવીને મુકી છે. જે બાદ તેણે ઘરની નજીકનાં ઝાડ પર ફાંસી લગાવીને આત્મ હત્યા કરી દીધી.

  લગ્ન બાદ પણ થતા ખુબ ઝઘડા
  ન્યૂયોર્ક ડેઇલી મુજબ, લગ્ન બાદથી જ બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યાં હતાં. દિનેશ્વર બુદ્ધિદતે તેનાં મિત્રોને જણાવ્યું હતું કે, દોજેયની કેટલીક હરકતોથી તે તેનાં ગુસ્સા પર કંટ્રોલ નહોતો કરી શકતો.

  આ પણ વાંચો- સોનાથી બની છે આ ટૉયલેટ સીટ, 40,815 હીરા જડેલા છે!
  Published by:News18 Gujarati
  First published:November 12, 2019, 11:37 am

  ટૉપ ન્યૂઝ