Most expensive tip: હ્રદયસ્પર્શી! વ્યક્તિએ એક હજારના બિલ પર મહિલા વેઈટરને આપી 2.5 લાખ રૂપિયાની ટીપ
Most expensive tip: હ્રદયસ્પર્શી! વ્યક્તિએ એક હજારના બિલ પર મહિલા વેઈટરને આપી 2.5 લાખ રૂપિયાની ટીપ
વ્યક્તિએ એક હજારના બિલ પર મહિલા વેઈટરને આપી 2.5 લાખ રૂપિયાની ટીપ
Tip of Jesus: એક મહિલા વેઈટર (Female waiter)ને જ્યારે લગભગ 2.5 લાખ રૂપિયા (Woman got a tip of 2.5 lakh)ની ટીપ આપી હતી. જેમાં આશ્ચર્યજનક વાત એ છે કે તે વ્યક્તિએ માત્ર 1 હજાર રૂપિયાનું જ ભોજન ખાધું હતું.
દુનિયામાં અનેક પ્રકારના લોકો રહે છે. જેમાં દિલદાર લોકોની પણ કોઈ કમી નથી. એક કેફેમાં કામ કરતી મહિલા સાથે પણ કંઈક એવુ થયું. કેફેમાં કામ કરતી મહિલા વેઈટર (Female waiter) તે સમયે સ્તબ્ધ થઈ ગઈ જ્યારે એક ગ્રાહકે તેણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી ટિપ (Tip) આપી. ગ્રાહકની ઉદારતા જોઈને મહિલા વેઈટર આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલાને 2 લાખ (Woman got a tip of more than 2 lakh)થી વધુની ટિપ મળી હતી. જ્યારે ટીપ કરતાં ખાવાનું ઘણું જ સસ્તું હતું.
મારિયાના લેમ્બર્ટ નામની મહિલા વેઈટર સ્ક્રેન્ટન અમેરીકાના પેન્સિલવેનિયામાં આલ્ફ્રેડોના પિઝા કેફેમાં કામ કરે છે. તેણી તેની શિફ્ટમાં આવે છે અને ગ્રાહકોને તેમનું ભોજન પીરસે છે. જ્યારે ગ્રાહકો તેમનો ખોરાક ખાય લે છે, ત્યારે તેણી તેમને બિલ આપે છે.
ગયા મહિને જૂન મહિનામાં એક વ્યક્તિએ આવીને સ્ટ્રોમ્બોલી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. જેનું બિલ 1038 રૂપિયા આવ્યું. પરંતુ આ વ્યક્તિએ ટિપમાં 2 લાખ 39 હજાર રૂપિયા મારિયાના લેમ્બર્ટને આપ્યા. મરિયાના લેમ્બર્ટે જણાવ્યું, જ્યારે તેને આ ટિપ મળી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું કે તે માણસ તેના હૃદયને સ્પર્શી ગયો. તે હજુ પણ માની નથી શકતી કે તેની સાથે આવું બન્યું છે. આલ્ફ્રેડોના પિઝા કેફેમાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ આ વાત પર વિશ્વાસ ન કરી શક્યા.
મહિલા વેઈટરને આપવામાં આવેલ આ ખાસ સરપ્રાઈઝને 'ટિપ ઓફ જીસસ' મૂવમેન્ટ સાથે પણ જોડવામાં આવી રહી છે. 'ધ ક્રિશ્ચિયન પોસ્ટ'ના સમાચાર અનુસાર, આ અભિયાન લગભગ 9 વર્ષ પહેલા શરૂ થયું હતું.
તેવી જ રીતે વર્ષ 2015માં પણ એક બારટેન્ડર ક્લિન્ટ સ્પોટલેસને રેસ્ટોરન્ટમાં 8 લાખ રૂપિયાથી વધુની ટિપ મળી હતી. બિલ 33 હજાર રૂપિયા આવ્યું. ત્યારે ક્લિન્ટ એરિઝોના (યુએસએ)ના ફોનિક્સમાં ક્રુડો નામની રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા. રિપોર્ટ અનુસાર, ત્યારબાદ કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે આટલી મોટી ટિપ પેપાલના વાઈસ પ્રેસિડેન્ટ જેક સેલ્બી દ્વારા આપવામાં આવી હતી. જો કે, આવું અનોખું અભિયાન સપ્ટેમ્બર 2013માં શરૂ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટિપ આપનાર વ્યક્તિએ મિશિગન (યુએસએ)ના એક બારમાં 150 રૂપિયાની કોફી પીધી. આ વ્યક્તિ તેની કોલેજમાંથી ફૂટબોલ રમીને આવ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે તે અને તેના મિત્રો ઉદારતા બતાવવાને કારણે ટિપ્સ આપે છે. ત્યારબાદ આ લોકો 2 લાખ 40 હજાર રૂપિયાની ટીપ આપીને ગયા હતા. લગભગ બે મહિના પછી, આ વ્યક્તિ અને તેના મિત્રોએ 39 લાખ રૂપિયાની ટિપ આપી હતી, જેના પછી આ સમાચાર ઇન્ટરનેટ પર ફેલાઈ ગયા હતાં.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર