Home /News /world /દુનિયાના સૌથી વૃદ્ધ વડાપ્રાધન, મલેશિયાના 92 વર્ષના મહાતિર ફરી સત્તા પર

દુનિયાના સૌથી વૃદ્ધ વડાપ્રાધન, મલેશિયાના 92 વર્ષના મહાતિર ફરી સત્તા પર

    પૂર્વ મલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદે દેશમાં યોજાયેલી સામાન્ય ચૂટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. ચૂંટણી પંચે કહ્યું કે મહાતિર વિપક્ષી ગઠબંધન ચૂંટણીમાં 115 સીટથી જીત મેળવી છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 112 સીટથી વધુ છે. 92 વર્ષના મહાતિરે બારિસન નેશનલ ગંઠબંધનને ચૂંટણીમાં માત આપી છે,

    મલેશિયામાં મહાતિરની સરકાર છેલ્લા 60 વર્ષથી સત્તા પર છે. ઐતિહાસિક જીત બાદ મહાતિરે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે અમારે કોઇની સાથે દુશ્મની નથી, અમારું લક્ષ્ય દેશમાં કાયદો વ્યવસ્થા સ્થાપવાનું અને સુશાસન સ્થાપવાનું છે.

    જીતની ઉજવણી કરી રહેલા પાર્ટીના સમર્થકો


    કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે નવી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાનાર છે. શપથ ગ્રહણની સાથે જ મહાતિર દુનિયાના સૌથી વૃદ્ધ નેતા બની જશે, પરિણામોની જાહેરાત થયાની સાથે જ પાર્ટીના સમર્થકોએ ધામધૂમથી જીતની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે BN અને તેમની મુખ્ય પાર્ટી સંયુક્ત મલેશિયા રાષ્ટ્રીય સંગઠન UMNO 1957માં બ્રિટન પાસેથી મળેલી આઝાદી બાદથી સત્તા પર સ્થિત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં તેમની લોકપ્રિયતામાં ખૂબજ ઘટાડો નોંધાયો છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Malaysia

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन