મુજફ્ફરાબાદ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સામાન્ય નાગરિક પાકિસ્તાની સેના (Pakistani Army) અને ઇમરાન ખાન (Imran Khan)ની સરકાર સામે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પીઓકેમાં સોમવારે રાત્રે પાકિસ્તાન સામે સખત વિરોધ પ્રદર્શન થયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો આઝાદીની માંગણી કરી રહ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં લોકો કહી રહ્યા છે કે અહીં લોકો ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અહીંના નેતાઓ મગરમચ્છના આસું વહાવી રહ્યા છે. પાકિસ્તાન અમને ફક્ત સાંત્વના આપે છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પાકિસ્તાનની ઇમરાન સરકાર અને પાકિસ્તાની સેના ઉપર ગેરકાયદેસર કબજાનો આરોપ લગાવી રહ્યા છે.
પાકિસ્તાનની સેના મંગળવારે વિદેશી રાજનાયિકોને લઈને પીઓકેમાં પહોંચી હતી. તેના ઠીક પહેલા ત્યાંના લોકો પાકિસ્તાની સેનાના વિરોધમાં મુજફ્ફરાબાદ (Muzaffarabad)ના રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાકિસ્તાન પીઓકેમાં અમનની વાત કરી રહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની પોલ વિદેશી રાજનાયિકો સામે ખુલી ગઈ હતી.
પાકિસ્તાને મંગળવારે કહ્યું હતું કે એલઓસી સાથે લાગતા સેક્ટરોમાં મુલાકાતે ગયેલા કેટલાક વિદેશી રાજનાયિકો સાથે ભારતીય અધિકારી ગયા ન હતા. ભારતીય સેનાએ ત્રણ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવાનો દાવો કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર