મહાત્મા ગાંધીએ લખેલ પત્ર 4.5 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો, લખ્યો છે ગુજરાતીમાં

News18 Gujarati
Updated: September 23, 2018, 7:21 PM IST
મહાત્મા ગાંધીએ લખેલ પત્ર 4.5 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો, લખ્યો છે ગુજરાતીમાં
મહાત્મા ગાંધીએ લખેલ પત્ર 4.5 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો,

ગાંધીજીએ આ પત્રમાં ચરખાના મહત્વ પર જોર આપ્યું હતું. આ જાણકારી અમેરિકાના આરઆર ઓક્શને આપી છે

  • Share this:
મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવેલ તિથિ વગરનો એક પત્ર 6358 ડોલર એટલે કે લગભગ 4.5 લાખ રૂપિયામાં હરાજીમાં વેચાયો હતો. ગાંધીજીએ આ પત્રમાં ચરખાના મહત્વ પર જોર આપ્યું હતું. આ જાણકારી અમેરિકાના આરઆર ઓક્શને આપી છે. ઓક્શન હાઉસના એક નિવેદન પ્રમાણે આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયો છે અને યશવંત પ્રસાદ નામના વ્યક્તિને સંબોધિત કર્યું છે.

મહાત્મા ગાંધીજીએ પત્રમાં લખ્યું છે કે અમને મિલો પાસે આશા હતી તેવું જ થયું છે. તમે જે કહો છો તે સાચું છે. ચરખા વિશે મહાત્મા ગાંઘીનો ઉલ્લેખ અસાધારણ રુપથી મહત્વપૂર્ણ છે. કારણ કે તેમણે તેને આર્થિક આઝાદીના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગાંધીજીએ ભારતીયોને એ માટે પ્રોત્સાહિત કર્યા હતા કે તે સ્વતંત્રતા આંદોલનના સમર્થનમાં દરરોજ ખાદીના કાતણમાં વ્યસ્ત રહે. તેમણે બધા ભારતીયોને સ્વદેશી આંદોલન પ્રમાણે બ્રિટન નિર્મિત કાપડના બદલે ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
First published: September 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading