વિજય માલ્યાને ભારત લાવવામાં આવશે, લંડન કોર્ટે પ્રત્યર્પણની આપી મંજૂરી

ભાગેડુ વિજય માલ્યા મામલે ભારતને મોટી સફળતા મળી

ભાગેડુ વિજય માલ્યા મામલે ભારતને મોટી સફળતા મળી

 • Share this:
  ભાગેડુ વિજય માલ્યા મામલે ભારતને મોટી સફળતા મળી છે. વિજય માલ્યાના પ્રત્યર્પણની લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે મંજૂરી આપી છે. આ સાથે જ માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો બની ગયો છે.  માલ્યા પાસે પ્રત્યર્પણ સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. ભારતીય તપાસ એજન્સીઓ આ નિર્ણયથી ખુશ છે. CBIનું કહેવું છે કે યૂકે કોર્ટનો આ નિર્ણય સ્વાગત યોગ્ય છે.

  આ પહેલા ભાગેડુ વિજય માલ્યાએ સોમવારે ફરી એ વાત કરી હતી કે બેન્કોની લોન અને કર્મચારીઓના પૈસા ચુકવવા માટે તૈયાર છે.  માલ્યાએ કહ્યું હતું કે લોન ચુકવવાની ઓફરનું પ્રત્યર્પણના મામલા સાથે કોઈ લેવા દેવા નથી. આ મામલે કોર્ટનો જે પણ નિર્ણય આવશે તે નિર્ણયનું સન્માન કરીશ. જે પણ નિર્ણય આવશે, મારી કાનુની ટીમ તેનો ખુલાસો કરશે અને યોગ્ય પગલાં ભરશે.

  માલ્યાએ પત્રકારોને કહ્યું હતું કે તેણે સમજુતીનો વિસ્તૃત અહેવાલ કર્ણાટક હાઇકોર્ટમાં જમા કરાવી દીધો છે. જ્યારે માલ્યાને પુછવામાં આવ્યું કે આ નિર્ણય કેટલો સાચો છે તો તેણે જવાબ આપ્યો હતો કે સાચું કે ખોટુ કશું હોતું નથી. એ વાતને સમજવી પડશે તે આ પ્રસ્તાવ કોર્ટમાં આપવામાં આવ્યો છે અને કોઈપણ કોર્ટ તેનો અનાદર કરી શકે નહીં.

  પ્રત્યર્પણ મામલાની સુનાવણી માટે સીબીઆઈના સંયુક્ત નિર્દેશક એસ સાઇ મનોહરના નેતૃત્વમાં એક ટીમ રવિવારે લંડન પહોંચી હતી.

  આ પણ વાંચો - સેન્સેક્સમાં 713 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોએ 2.64 લાખ કરોડ ગુમાવ્યા

  ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા પર બેન્કોના નવ હજાર કરોડ રુપિયા બાકી છે. આ સિવાય તેની ઉપર મની લોન્ડ્રીંગ અને લોન પર લીધેલી રકમ બીજા કામોમાં ઉપયોગ કરવાનો આરોપ પણ છે. માલ્યા માર્ચ 2016માં ભારતથી ભાગીને લંડન ચાલ્યો ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published: