આ છે ટેક વર્લ્ડના પાંચ સૌથી ધનવાન વ્યક્તિ

  • Share this:

બ્લૂમબર્ગે હાલમાં જ દુનિયાના સૌથી ધનવાન લોકોનું લીસ્ટ જાહેર કર્યું. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ અનુસાર, 30 નવેમ્બર સુધીના દુનિયાના સૌથી ધનવાન લોકોના લીસ્ટમાં ટેક્નોલોજી ક્ષેત્રમાં યોગદાન આપનાર કેટલાએ લોકોના નામ શામેલ છે. તો જાણીએ, ટેક્નોલોજીની દુનિયાના સૌથી પાંચ ધનવાન લોકો વિશે...


અમેજોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. 30 નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે જેપની નેટ વર્થ લગભગ 98.4 બિલિયન ડોલર છે.


ટેક્નોલોજી ક્ષેત્રમાં જેફ બાદ આ લિસ્ટમાં બીજા નંબર સૌથી મોટુ નામ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સનું છે. હાલમાં ગેટ્સનું નેટ વર્થ 89.4 બિલિયન ડોલર છે.


સોશિયલ મીડિયાનું સૌથી ચર્ચિત પ્લેટફોર્મ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ 72.3 બિલિયન ડોલરની નેટ વર્થ સાથે ત્રીજા નંબર પર છે.


ઓરેકલ કોર્પોરેશનના કો-ફાઉન્ડર લૈરી એલિશન પણ બ્લૂમહર્ગના આ લીસ્ટમાં શામેલ છે. 73 વર્ષીય લૈરીએ પોતાના બે સાથીઓની સાથે મળી આ કંપનીનો પાયો 1977માં મુક્યો હતો. આજે લૈરી એલિસનની નેટ વર્થ 53.9 બિલિયન ડોલર છે.


ટેક્નોલોજીના ક્ષેત્રમાં સૌથી ધનવાન લોકોના લિસ્ટમાં પાંચમું નામ સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજનું છે. લેરીની નેટ વર્થ 51.5 બિલિયન ડોલર છે. લૈરી અત્યારે આલ્ફાબેટના સીઈઓ પદ પર કાર્યરત છે.

First published: