ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના સાન ડિયાગોના એક સિંહને ઝૂમાં સિંહણે ગુસ્સામાં આવીને જ પતાવી દીધો હતો. ઇન્ડિયાના પોલીસ ઝૂ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ ઘટના ગત સોમવારે બની હતી. 10 વર્ષનો આ સિંહ સાન ડિયાગો ઝૂ માંથી લાવવામાં આવ્યો હતો !
નયક નામના સિંહથી જ ઝૂરી નામની આ સિંહને ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. સોમવારે ઝૂ ખુલે તે પહેલા સવારના સમયે આ ઘટના બની હતી. સિંહ અને સિંહણ છેલ્લા આઠ વર્ષથી એકજ પીંજરામાં સાથે હતા, તેવું ઝૂ સત્તાવાળાનું કહેવું છે
'સ્પીસીસ સર્વાઇવલ પ્લાન' અંતર્ગત નયક સિંહને ઇન્ડિયાનાપોલિસ ઝૂ માંથી અહીં સાન ડિયાગો ઝૂ ખાતે લોન પેટે લાવવામાં આવ્યો હતો.
કહેવાય છે કે અત્યંત ક્રોધિત અવસ્થામાં સિંહણે સિંહનો શિકાર કરી નાખ્યો હતો. આ સમયે સિંહ બાળ આસપાસમાં જ હતા. આ ઘટના બાદ ઇન્ડિયાના પોલીસ ઝૂ સત્તાવાળાઓએ તપાસ આરંભી દીધી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે નયક ઉપર ઝૂરી ક્યાં કારણોસર ક્રોધિત થઇ હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર