Home /News /world /

નેશનલ પાર્કમાં રેન્જરના 3 વર્ષના બાળકને જ ઉપાડી ગયો દિપડો, બે દિવસે મળ્યો મૃતદેહ

નેશનલ પાર્કમાં રેન્જરના 3 વર્ષના બાળકને જ ઉપાડી ગયો દિપડો, બે દિવસે મળ્યો મૃતદેહ

    યુગાન્ડન ઓથોરિટીઝ હાલ એક દિપડાને શોધી રહ્યું છે. આ દિપડો શુક્રવારે ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં ફરજ બજાવી રહેલી મહિલા રેન્જરના ત્રણ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો, ત્યાર બાદ તેને ફાડી ખાધું હતું. મહિલા રેન્જર તેના પરિવાર સાથે પાર્કમાં સ્થિત ક્વાર્ટરમાં રહેતા હતા, બે દિવસ સુધી શોધ્યા બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

    નાની પાસે બાળકને મૂકીને ગઇ હતી મહિલા રેન્જર

    પ્રાપ્ત વિગત મુજબ આ ઘટના યુગાન્ડાના જાણીતા ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં દિપડાએ ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે, આ બાળક પાર્કમાં રેન્જર્સની ફરજ બજાવતી મહિલાનું બાળક હતું. શુક્રવારે મહિલા રેન્જર તેના બાળકને નાની પાસે રમતું મૂકી ફરજ પર ગઇ હતી, જો કે આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલો દિપડો બાળકને ઉપાડી લઇ ગયો હતો. વાઇલ્ડ લાઇફ ઓથોરિટીના પ્રવક્તા બાસીર હંગીએ જણાવ્યું કે બાળક પોતાની નાની સાથે ક્વાર્ટર

    સમગ્ર ઘટનાને લઇને રાજ્યમાં ચકચાર મચીજવા પામ્યો હતો, તો ઓથોરિટીઝનું કહેવું છે કે આ ઘટના પ્રથમવાર બની નથી, અગાઉ પણ પાર્કમાં દિપડા દ્વારા હુમલાની અનેક ફરિયાદો મળી હતી. ત્યારે માનવભક્ષી દિપડાને પકડવા તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन