હવાઇઃ થર્મલ પ્લાન્ટની નજીક પહોંચ્યો જ્વાળામુખી, નદીની જેમ વહી રહ્યો છે લાવા

News18 Gujarati
Updated: May 24, 2018, 7:35 PM IST
હવાઇઃ થર્મલ પ્લાન્ટની નજીક પહોંચ્યો જ્વાળામુખી, નદીની જેમ વહી રહ્યો છે લાવા

  • Share this:
હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા જ્વાળામુખીમાંથી હવે વાદળી રંગની જ્વાળા નિકળતી હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. કિલાઉ જ્વાળામુખીનો લાવા હવે પેસિફિક સમુદ્રમાં ભળી રહ્યો છે. આ સિવાય જમીનમાં ફેલાઇ રહેલો લાવા નદીની જેમ વહી રહ્યો છે. જમીન પર વહી રહેલા લાવાના કારણે વૃક્ષો સળગી રહ્યા છે. જેના કારણે વાતાવરણમાં મિથેન ગેસનું પ્રમાણ ભયનજક સપાટીએ વધી રહ્યું છે. પ્યુના જીઓથર્મલ વેન્ચરના પાવર વેલ્સ (કૂવા) રાતોરાત બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે, લાવા સતત પ્લાન્ટ નજીક આવી રહ્યો છે.

પ્લાન્ટથી 1 હજાર કિમી દૂર લાવા

જ્વાળામુખીનો લાવા મંગળવાર સુધી થર્મલ પ્લાન્ટના કૂવાથી 1,000 ફૂટના અંતરે હતો. હવાઇ એન્જિનિયર્સે ઝેરી ગેસ પેદાં કરતા કૂવાઓને બંધ કરી દીધા છે. જીઓથર્મલ પ્લાન્ટ્સ પરના પ્રોડક્શન કૂવાઓ હાલ લાવાના કારણે નષ્ટ થઇ જાય તેવી શક્યતાઓ છે. લાવા હાલ જીઓથર્મલ પાવર પ્લાન્ટની નજીક 815 એકર જમીન પર ફેલાયેલો છે. જ્યારે જીઓથર્મલ વેન્ચર વેલ્સ (કૂવા) 40 એકરમાં ફેલાયેલા છે. જો જ્વાળામુખીનો લાવા થર્મલ પ્લાન્ટ્સના કૂવા સુધી પહોંચી ગયો તો ઝેરી ગેસના કારણે અહીંની હવામાં કેમિકલ્સ ભળી જશે.અમેરિકન જીઓલોજિકલ સર્વે સાયન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, મિથેન ગેસ લાવાની સાથે સાથે જમીન પર વહી રહ્યો છે. કોઇ જ્વાળામુખી સક્રિય થયો હોય અને મિથેન ગેસ પ્રોડ્યુસર કર્યો હોય તેવું બીજી વખત બની રહ્યું છે. વૃક્ષો સળગવાના કારણે ઉત્પન્ન થઇ રહેલો બ્લૂ મિથેન ધીમે ધીમે લાવામાં ભળી રહ્યો છે. આગામી દિવસોમાં મિથેન ગેસ લાવાની સાથે સાથે ભૂગર્ભમાં જતો રહ્યો તો મોટાં પ્રમાણમાં બ્લાસ્ટ થવાની શક્યતાઓને નકારી શકાય નહીં. લાવાના કારણે જમીન પર ઉગતા શાકભાજી અને વૃક્ષો પણ મોટાં પ્રમાણમાં બળી રહ્યા છે. વૃક્ષો અને છોડ બળવાના કારણે જે ગેસ ઉત્પન્ન થાય છે તે મિથેન બ્લૂ રંગનો હોય છે.

મિથેન હવામાં ભળવાથી શું થશે નુકશાન ?
Loading...

જીઓલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે મિથેન ગેસ હવામાં ભળવાથી જ્વાળામુખીમાં વધુ મોટાં બ્લાસ્ટ્સ થવાની શક્યતાઓ છે. હાલમાં જ્વાળામુખીની મિડલ ફિશર (તિરાડ) સિસ્ટમ વધુને વધુ સક્રિય બની રહી છે. હવે જ્વાળામુખીની આસપાસ 23 જેટલી ફિશરો ખુલી ગઇ છે. જેમાં સૌથી જોખમી 22, 19, 6, 5 અને 23 નંબરની છે. જ્વાળામુખીનો લાવો પેસિફિક સમુદ્રમાં ભળી રહ્યો છે. પરંતુ જમીન પરથી જઇ રહેલા લાવાના કારણે અહીં રાતોરાત મિથેન ગેસનું મોટું જોખમ ઉભું થયું છે. સાયન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીના એરિયામાં આગામી દિવસોમાં ભૂકંપના સતત આંચકાઓ આવશે. ગમે ત્યારે તેમાંથી રાખ અને ધૂમાડાના બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે.

First published: May 24, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...