Home /News /world /ચેતવણીરૂપ કિસ્સોઃ પતિએ જન્મદિવસે આપેલો સ્માર્ટફોન બન્યો મોતનું કારણ, મોબાઈલ ગેમ રમતી પત્નીનું મોત

ચેતવણીરૂપ કિસ્સોઃ પતિએ જન્મદિવસે આપેલો સ્માર્ટફોન બન્યો મોતનું કારણ, મોબાઈલ ગેમ રમતી પત્નીનું મોત

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

થોડા દિવસ પહેલા પત્નીના જન્મ દિવસે પતિએ ફોન લઈ આપ્યો હતો. પત્નીને વીડિયો ગેમ રમવું ખૂબ જ પસંદ હતું, પરંતુ તેના આવા ભયંકર પરિણામ આવશે તેવું વિચાર્યું પણ નહોતું.

  બેંગકોકઃ ઘણા લોકોને રાત્રે સૂતી વખતે બાજુમાં મોબાઈલ ચાર્જમાં (mobile charge) રાખી મુકવાની આદત હોય છે. આ આદત અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવી આદત ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. થાઈલેન્ડમાં (thailand) 54 વર્ષના વૃદ્ધાનું વીજ શોક લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ શોક તેમનો નવો ફોન ચાર્જ થઈ રહ્યો હતો, ત્યારે લાગ્યો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. આ મહિલાનું નામ યુએન સાઈનપ્રસર્ટ હતું. તે પૂર્વોત્તર થાઇલેન્ડના ઉડોન થાની પ્રાંતના રહેવાસી હતા. થોડા દિવસ પહેલા તેમનો જન્મદિવસ (birthday) હતો. જેથી તેમના પતિ પ્રાઈવન સાઈનપ્રસર્ટ (54)એ તેને ભેટ સ્વરૂપે સ્માર્ટફોન (smartphone) આપ્યો હતો.

  ડેઇલી મેઇલના ન્યુઝ રિપોર્ટ્સ મુજબ પતિને પત્નીનો મૃતદેહ તેની પથારી પર મળ્યો હતો. તેના હાથ ઉપર દાઝ્યાના નિશાન હતા. આ નિશાન વીજ પ્રવાહના કારણે પડ્યા હોવાનું ફલિત થાય છે. મૃતક મહિલાના પતિએ આ ભયંકર ઘટના અંગે વેબસાઈટને કહ્યું હતું કે, તે મોટાભાગે પોતાના ફોનમાં વીડિયો ગેમ રમીને સાંજ વિતાવતી હતી. પરંતુ ફોન ચાર્જ કરતી વખતે ગેમ રમવાથી આવા ભયંકર પરિણામોની અપેક્ષા નહોતી.

  વિગતો મુજબ ફોન ચાર્જ થતો હતો, ત્યારે યુએન પથારીમાં સૂતી હતી. સ્વીચ બોર્ડમાં ભરાવેલો ચાર્જ કેબલ તેના હાથ ઉપર હતો. આ સમયે પતિ ફિશપોન્ડ માટે ગયો હતો. રાત્રે ઘરે આવ્યા બાદ તેણે પત્ની બેભાન અવસ્થામાં જોઈ હતી. પત્નીના હાથમાં દાઝ્યાના નિશાન હતા.

  આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

  આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

  તબીબી ટીમ દ્વારા તેને ફરીથી જીવાડવાના પ્રયત્નો કરાયા હતા. જોકે, મૃતદેહ મળ્યો તેની ચાર કલાક પહેલા જ મહિલાનું મૃત્યુ થયું હતું. પત્નીના મોતથી દુઃખી પ્રાઈવને કહ્યું કે, જ્યારે તેમણે પોતાની પત્નીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કોઈ હલચલ ન થતા તેમને કઈંક અઘટિત થયું હોવાનું લાગ્યું હતું.

  આ પણ વાંચોઃ-દાહોદની હૃદયદ્રાવક ઘટના! મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ

  આ પણ વાંચોઃ-સુરતઃ કોરોના સંકટ વચ્ચે મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવકો પોલીસને જોઈ ઊભી પૂંછડીયે ભાગ્યા, જુઓ live video

  આ દંપતીને બાળકો નથી. થોડા દિવસ પહેલા પત્નીના જન્મ દિવસે પતિએ ફોન લઈ આપ્યો હતો. પત્નીને વીડિયો ગેમ રમવું ખૂબ જ પસંદ હતું, પરંતુ તેના આવા ભયંકર પરિણામ આવશે તેવું વિચાર્યું પણ નહોતું.  મીડિયા અહેવાલ મુજબ મહિલાના જમણા હાથ પરના ઇલેક્ટ્રિક શોકના ઉઝરડા છે. પરિવારને તેના મૃત્યુ પાછળ કોઈ મેલી રમત અથવા શંકાસ્પદ સંજોગો મામલે શંકા નથી તેવું એક પોલીસ અધિકારીનું કહેવું છે. લેફ્ટનન્ટ કોલોનલ માંગકોમ ચોમકોટે કહ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ કરવા માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે. જેનાથી મોતનું કારણ જાણી શકાશે.
  First published:

  Tags: Mobile phone, Smart phone, Thailand