Home /News /world /સાઉદી અરેબિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો, જાણી લો કેવા હશે નવા કાયદા?
સાઉદી અરેબિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો, જાણી લો કેવા હશે નવા કાયદા?
સાઉદી અરેબિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો
Saudi Arabia law news: સાઉદી અરેબિયાએ પોતાના કાયદામાં ફેરફાર કર્યા છે જેથી કાયદાકીય વ્યવસ્થાને વધુ વિકસિત કરી શકાય. UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાને (UAE President Sheikh Khalifa bin Zayed Al Nahya) આ કાયદાકીય સુધારાઓને મંજૂરી આપી છે.
સાઉદી અરેબિયાઃ દુનિયામાં સાઉદી અરેબિયાનો કાયદો (Saudi Arabia laws) ઘણો કડક માનવામાં આવે છે. પરંતુ હવે અહીં ઈતિહાસનો સૌથી મોટો કાયદાકીય (largest legal amendment ever in Saudi Arabia) સુધારો થયો છે. સાઉદી અરેબિયાએ પોતાના કાયદામાં ફેરફાર કર્યા છે જેથી કાયદાકીય વ્યવસ્થાને વધુ વિકસિત કરી શકાય. UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યાને (UAE President Sheikh Khalifa bin Zayed Al Nahya) આ કાયદાકીય સુધારાઓને મંજૂરી આપી છે. જે આર્થિક અને વ્યવસાયિક તકોને મજબૂત કરશે, સામાજિક સ્થિરતા વધારશે અને વ્યક્તિગત અને સંસ્થાકીય અધિકારોને સુનિશ્ચિત કરશે. આ નવા કાયદા 2 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.
આ કાયદાકીય સુધારાઓમાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે આ કાયદો એવી કોઈપણ વ્યક્તિ પર લાગુ થશે જે સાઉદી અરેબિયાના નાગરિકની પૂર્વયોજિત હત્યા કરે અથવા તેમાં સામેલ હોય. ભલે ગુનો દેશની બહાર થયો હોય. આ ઉપરાંત આ કાયદા દ્વારા ઓનલાઈન ગુનાઓ પર અંકુશ લગાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર, અફવાઓને રોકવા અને વ્યક્તિગત ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે.
નવા સાઉદી કાયદા શું કહે છે? આ કાયદાકીય સુધારાઓમાં ફેક ન્યૂઝ અને ખોટા સમાચાર સંબંધિત વિવિધ જોગવાઈઓનો સમાવેશ થાય છે. આ હેઠળ કાયદો કોર્ટને ઉપકરણ, સોફ્ટવેર અને સામગ્રીને જપ્ત કરવાની સત્તા આપે છે.
ઓનલાઇન ખોટી અને ભ્રામક જાહેરાતો અને પ્રચારો સામે પગલાં લેવાનો અધિકાર છે. આ સિવાય ક્રિપ્ટોકરન્સી અને મેડિકલ પ્રોડક્ટ્સ અને સપ્લીમેન્ટ્સમાં ગેરકાયદેસર વેપારને લગતા કાયદા પણ છે.
નવા કાયદા હેઠળ જાહેર સ્થળો અથવા અનધિકૃત સ્થળોએ દારૂનું સેવન ગેરકાયદેસર ગણવામાં આવશે. ઉપરાંત 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાઉદી અરેબિયામાં સ્થાનિક અને પ્રાંતીય સ્તરે ચર્ચા બાદ આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. આ કાયદાઓ તૈયાર કરવા માટે છેલ્લા 5 મહિનામાં 50 પ્રાંતીય અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરીને 540 નિષ્ણાતો અને વિદ્વાનોના મંતવ્યો લેવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર