કોલકાતા: જેલમાં બંધ ISISનાં સંદિગ્ધ મૂસાએ ગાર્ડનું ગળુ કાપી લગાવ્યા જેહાદી નારા

Margi | News18 Gujarati
Updated: December 4, 2017, 12:23 PM IST
કોલકાતા: જેલમાં બંધ ISISનાં સંદિગ્ધ મૂસાએ ગાર્ડનું ગળુ કાપી લગાવ્યા જેહાદી નારા
ગત વર્ષે ISISનાં સંદિગ્ધ આતંકવાદી મોહમ્મદ મુસીરુદ્દીન ઉર્ફે અબુ મૂસની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને કોલકાતા સ્થિત અલીપૂર સેન્ટ્રલ જેલમાં બંધ કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે ISISનાં સંદિગ્ધ આતંકવાદી મોહમ્મદ મુસીરુદ્દીન ઉર્ફે અબુ મૂસની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને કોલકાતા સ્થિત અલીપૂર સેન્ટ્રલ જેલમાં બંધ કરવામાં આવ્યું હતું.

  • Share this:

કોલકાતા: ગત વર્ષે ISISનાં સંદિગ્ધ આતંકવાદી મોહમ્મદ મુસીરુદ્દીન ઉર્ફે અબુ મૂસની કોલકાતામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને કોલકાતા સ્થિત અલીપૂર સેન્ટ્રલ જેલમાં બંધ કરવામાં આવ્યું હતું. ગત સાંજે તેણે એક ગાર્ડનું ગળુ કાપી નાખ્યું અને તેણે જેહાદી નારા પણ લગાવ્યાં. હાલમાં ગાર્ડની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


મૂસાની બર્ધમાન બોમ્બ ધડાકામાં તેની કથિત ભૂમિકાને કારણે ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પકડાયેલો તે ISISનો એક માત્ર આતંકવાદી છે. રાજ્યનાં જેલ મંત્રી ઉજ્જવલ બિસ્વાસને ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, મૂસાએ હુમલા માટે મોટી ખિલ્લીનો ઉપયોગ કર્યો હતો. મૂસાને હાલમાં તે જ જેલની બીજી કોઠરીમાં બંધ કરવામાં આવ્યો છે. અને તેનાં પર કડક વોચ રાખવામાં આવી છે. જેલ મંત્રીનું કહેવું છે કે, આવા આતંકવાદીઓને લોકોનું ગળુ કાપવાની ટ્રેનિંગ મળેલી હોય છે. તે ગાર્ડને જીવથી મારી નાખવા માંગતો હતો પણ ત્યાં જેલ અધિકારીઓ પહોંચી ગયા અને ગાર્ડને બચાવી લીધો હતો. આ ઘટના રવિવારે સવારે આશરે 6 વાગ્યે બની હતી. ઘાયલ ગાર્ડનું નામ ગોવિંદ ચંદ્ર ડે છે. તે રૂટીન ઇન્સપેક્શન માટે આતંકીની કોઠરીમાં
ગયો હતો. મૂસાએ ગાર્ડનાં માથા પર ઇંટ મારી અને તે બાદ તેનાં ગળા પર ખિલ્લી વડે હુમલો કર્યો હતો.જે બાદ ગાર્ડે ચીસો પાડતા અન્ય અધિકારી ત્યાં પહોંચી ગયા હતાં. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ તેની ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું છે કે, મૂસા ભારત અને બાંગલાદેશમાં ISISનો પ્રચાર પ્રસાર કરી રહ્યો હતો. અને તે શફી અરમારનાં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતો. ચાર્જશીટમાં તેમ પણ કહેવામાં આવ્યું કે મૂસાએ વિદેશી યાત્રીઓ પર લોન વોલ્ફ અટેકની યોજના બનાવી હતી.


વર્ષ 2016માં મૂસાની FBIએ પણ પુછપરછ કરી હતી. FBIની તપાસમાં મુસા અને સીરિયાનાં સુલતાન અબ્દુલ કાદિર અરમાર વચ્ચે ભારત આવતા અમેરિકન નાગરીકોને ટાર્ગેટ કરવાની યોજના બનાવી છે.

(news18.com માટે સુજીત નાથની રિપોર્ટ)

First published: December 4, 2017, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading