વિશ્વનો નકશો બદલાશે! 20 હજાર લોકોની કુર્બાની આપી બોગનવિલ દુનિયાનો નવો દેશ બન્યો

News18 Gujarati
Updated: December 11, 2019, 5:08 PM IST
વિશ્વનો નકશો બદલાશે! 20 હજાર લોકોની કુર્બાની આપી બોગનવિલ દુનિયાનો નવો દેશ બન્યો
જનમત સંગ્રહ બાદ નવા દેશની જાહેરાત થતા મહિલાઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

પાપુઆ ન્યૂ ગિની (Papua New Guinea)માંથી આઝાદ થવા આ વિસ્તારના લોકોએ લોહિયાળ સંઘર્ષ કર્યો હતો.

  • Share this:
બુકા ટાઉન : વિશ્વના નકશામાં નવો દેશ ઉમેરાવા જઈ રહ્યો છે. આ દેશ પશ્ચિમ આફ્રિકાના દેશ પાપુઆ ન્યૂ ગિનીમાંથી અલગ થઈને બનશે. આ દેશ બોગનવિલના નામથથી ઓળખાશે. અલગ દેશ બનાવવા માટે નવેમ્બર મહિનાના અંતમાંથી જનમત સંગ્રહ એકઠો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ જનમત સંગ્રહના પરિણામો આવી ગયા છે. મોટી સંખ્યામાં પાપુઆ ન્યૂ ગિનીના રહેવાસીઓ આ દેશમાં અલગ નાગરિક તરીકે જીવવા માટે મત આપ્યા છે. જનતમત સંગ્રહમાં 98 ટકા મત નવા દેશની તરફેણમાં પડ્યા હતા. વર્ષ 1989થી લઈ અને 1998 સુધી અહીંયા પાપુઆ ન્યૂ ગિની અને બોગનવિલના લડાકૂઓ વચ્ચે શસ્ત્ર સંગ્રામ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 હજાર લોકોનાં જીવ ગયા હતા.

મતદાન દરમિયાન જ સંકેત મળી ગયા હતા
નવા દેશની રચના માટે જ્યારે મતદાન શરૂ કર્યુ ત્યારે જનમત સંગ્રહ સમયે જ સંકેતો મળ્યા હતા કે પાપુઆ ન્યૂ ગિનીના બે કટકા થશે. કારણ કે મતદાનના દિવસે 1,000થી વધારે લોકોની લાંબી લાંબી લાઇનો લાગી હતી. મતદાન કરવા માટે આવેલા લોકો સ્વતંત્રતા સંગ્રામના ઝંડા લઈ આવ્યા હતા. આ વિસ્તારમાં 21 કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું હતું. નાના ટાપુ પર રહેતી આદિવાસી પ્રજાતિના લોકોએ સતત બે અઠવાડિયા સુધી જનમત સંગ્રહમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : રાજ્યમાં એક વર્ષમાં 'L'લખેલી ગાડીઓની ટક્કરે 2,664 લોકોનાં મોત

અહીંના રમણીય બીચ અને ટાપુઓ આગામી સમયમાં સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.


બોગનવિલની ખાસ વાતો- બુકા ટાઉન અથવા બુકા દ્વીપ આ દેસની રાજધાની બનશે જ્યાં તમામ સરકારી કામકાજ થશે અને કચેરીઓનું નિર્માણ કરાશે

- આ વિસ્તારમાં ત્રણ લાખની વસતિ છે. રાજધાની બુકા ઉપરાંત આ વિસ્તારમાં અરાવા અને બુઇન શહેરી વિસ્તાર છે. વર્ષ 2011ની વસતિ ગણતરી મુજબ આ દેશની સંખ્યા 2,49,358 છે.

-નવો દેશ બનાવવા માટે જનમત સંગ્રહ થયો હતો જેમાં બે લાખ વૉટરના નામ નોંધાયા હતા.

- આ વિસ્તારની સ્થાનિક ભાષા ટોક-પિસિન છે. આ ભાષા અંગ્રેજીને મળતી આવે છે. જોકે, અહીંયા અન્ય સ્થાનિક ભાષાઓ પણ બોલવામાં આવે છે.

આ પણ વાંચો : ગોધરાકાંડ રિપોર્ટ : રાજ્યના ત્રણ પૂર્વ IPSની ભૂમિકા નકારાત્મક, જાણો કોણ છે આ અધિકારીઓ

- આ દ્વીપનું નામ ફ્રાસના નાવિક લઈ-ડે એન્ટોનિયો બોગનવિલના નામ પરથી પડ્યું છે.

- 19મી સદીમાં બોગનવિલ પર જર્મનીનું શાસન હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને આ ક્ષેત્રનો મિલિટરી બેઝ તરીકે વિકાસ કર્યો હતો અને વર્ષ 1975 સુધી અહીંયા ઑસ્ટ્રેલિયાનું શાસન હતું ત્યારે બાદ આઝાદ થઈને પાપુઆ ન્યૂ ગિની દેશની રચના થઈ હતી.

- વર્ષ 1989થી લઈ અને 1998 સુધી અહીંયા પાપુઆ ન્યૂ ગિની અને બોગનવિલના લડાકૂઓ વચ્ચે શસ્ત્ર સંગ્રામ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં 20 હજાર લોકોનાં જીવ ગયા હતા.

-

 
First published: December 11, 2019, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading