Home /News /world /

ઇમરાન ખાન સાથે મુલાકાતની રાહ જોઇને બેઠા છે રાહુલ અને મમતા? જાણો તેની હકીકત

ઇમરાન ખાન સાથે મુલાકાતની રાહ જોઇને બેઠા છે રાહુલ અને મમતા? જાણો તેની હકીકત

હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે.

આ તસવીર ઇસ્લામાબાદ સ્થિત ઇમરાન ખાનનાં સરકારી આવાસની છે એવું કહેવામાં આવી રહ્યું છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિપક્ષી નેતાઓ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરવા માટે રાહ જોઇ રહ્યાં છે.

    આ તસવીર ઇસ્લામાબાદ સ્થિત ઇમરાન ખાનનાં સરકારી આવાસની છે એવું કહેવામાં આવી રહ્યું છે. જેમાં પાકિસ્તાની પીએમ ત્યાંના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાની સાથે વાતચીત કરતા દેખાય છે. તેમની પાસે જ રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસનાં નેતા નવજોત સિંહ સિદ્ધુ, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સિવાય બીજેપીનો સાથ છોડીને કોંગ્રેસમાં ગયેલા શત્રુધ્ન સિન્હા પણ ઇમરાન ખાનને મળવા માટે રાહ જોતા દેખાઇ રહ્યાં છે. આ વાયરલ ફોટોમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બારીની બહાર નમાઝ પઠતા દેખાય છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ તસવીર


    આ તસવીર પહેલી વાર 7 એપ્રિલ 2019નાં સામે આવી હતી અને ત્યારથી 4500થી વધારે શેર થઇ ચુકી છે. એક શેરમાં કન્નડ ભાષામાં લખેલુ દેખાય છે કે, 'જો તમે કોંગ્રેસને વોટ આપો છો તો તમે પાકિસ્તાનને વોટ આપી રહ્યાં છો. આ તસવીર જુઓ પાકિસ્તાનનાં ગુલામ ત્યાં ખુણામાં બેઠા છે.'

    પાકિસ્તાને પોસ્ટ કરેલી તસવીર


    સોશિયલ મીડિયામાં આ તસવીર ઘણી જ વાયરલ થઇ રહી છે જ્યારે આ તસવીર સાચી છે કે ખોટી તે તપાસવામાં આવ્યું ત્યારે જાણ થઇ કે આ તસવીર નકલી છે. ગૂગલ રિવર્સથી તપાસ કરતા ખબર પડે છે કે આ તસવીર 4 એપ્રિલ 2019ના રોજ પાકિસ્તાને પોતાનાં અધિકારીક પાન પર શેર કરી હતી. જેમાં બાજવા અને ઇમરાન વચ્ચે મુલાકાત અંગે જણાવવામાં આવ્યું હતું.



    આ ઉપરાંત ધ્યાન આપવાની એક અન્ય બાબત પણ એ છે કે 4 એપ્રિલનાં રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નામાંકન કરવા માટે વાયનાડ ગયા હતાં. કોંગ્રેસનાં અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેની ઘણી જ તસવીરો શેર કરેલી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lok Sabha Elections 2019, કોંગ્રેસ, મમતા બેનરજી, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन